ગુજરાતટોપ ન્યૂઝ

આકરાં વલણ છતાં રખડતાં ઢોરનો ત્રાસ વધતા HCએ આપ્યો આ આદેશ

રખડતાં ઢોરને પકડવાની કાર્યવાહી ચોવીસે કલાક ચાલુ રાખવી પડશે તેમ HCનો આદેશ છે. તથા કેસની વધુ સુનાવણી તા.6ઠ્ઠી એપ્રિલના રોજ મુકરર કરી છે. આકરાં વલણ છતાં રખડતાં ઢોરનો ત્રાસ વણથંભ્યો રહેતાં HCની સાફ વાત છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાઉન્ડ ધ ક્લોક કામગીરીની બાંહેધરી આપી છે.

આ પણ વાંચો: અમદાવાદ: કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં નવું આકર્ષણ આવ્યું 

ઢોરોના ત્રાસ અને રસ્તાઓની સ્થિતિને લઇ વિગતવાર ખુલાસો

શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરોના ત્રાસ અને રસ્તાઓની સ્થિતિને લઇ વિગતવાર ખુલાસો કરવા ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહત્ત્વનો નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે રખડતા ઢોરોને પકડવાની કામગીરી સતત 24 કલાક ચાલુ રાખવાની તાકીદ કરતાં અમ્યુકો સહિત સત્તાવાળાઓ તરફ્થી હાઇકોર્ટને રખડતા ઢોરોને પકડવાની કામગીરી રાઉન્ડ ધ કલોક ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: કરોડોના સટ્ટા કૌભાંડની તપાસમાં હવે પત્તા ખુલશે

રાજયભરમાં રખડતા ઢોરોના કારણે નિર્દોષ નાગરિકોના અકસ્માત

પોલીસ તંત્ર સહિતના સત્તાવાળાઓ દ્વારા સરેઆમ ઉલ્લંઘન અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલા મહત્ત્વના આદેશો અને માર્ગદર્શિકાઓનું રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર સહિતના સત્તાવાળાઓ દ્વારા સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું હોવાની ફરિયાદ કરતી એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટશનમાં હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, ગુજરાત હાઇકોર્ટના વારંવારના આદેશો અને સરકાર તેમ જ સત્તાવાળાઓની અદાલત સમક્ષ ખાતરી છતાં આજે પણ શહેર સહિત રાજયભરમાં રખડતો ઢોરોના ત્રાસની સ્થિતિ યથાવત જ રહી છે. રાજયભરમાં રખડતા ઢોરોના કારણે નિર્દોષ નાગરિકોના અકસ્માત, ઇજા અને મૃત્યુના ગંભીર અને ચિંતાનજક બનાવો સામે આવી રહ્યા છે તેમ છતાં સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સંબંધિત સત્તાવાળાઓ દ્વારા હાઇકોર્ટના હુકમોનું કોઇ જ અસરકારક પાલન કરવામાં આવતુ નથી.

આ પણ વાંચો: મહેસાણા નગરપાલિકા સ્વચ્છતામાં અગ્રેસર હોવાના દાવા પોકળ

રસ્તાઓની સ્થિતિ પણ ખરાબ અને બિસ્માર

આ જ પ્રકારે શહેરમાં રસ્તાઓની સ્થિતિ પણ ખરાબ અને બિસ્માર છે. દર વર્ષે રસ્તાઓની સ્થિતિ બગડે છે. લાખો ટન કપચી ડામર-હોટ મીક્સનો ઉપયોગ કર્યા બાદ પણ રસ્તાઓની સ્થિતિ બિસ્માર જોવા મળી રહી છે. બિસ્માર રસ્તાઓના કારણે પણ નાગરિકો અકસ્માત, ઇજા અને મૃત્યુનો ભોગ બની રહ્યા છે, જેને લઇને પણ હાઇકોર્ટે બિસ્માર રસ્તાઓ મુદ્દે જે મહત્ત્વના નિર્દેશો જારી કર્યા છે, તેનું પણ સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે ત્યારે હાઇકોર્ટે હવે સમગ્ર મામલે સરકાર, અમ્યુકો અને સત્તાવાળાઓને કડકાઇથી અદાલતના પાલન માટે ફરજ પાડવી જોઇએ.

કેસની વધુ સુનાવણી તા.6ઠ્ઠી એપ્રિલના રોજ મુકરર કરી

ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પણ રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર રસ્તાઓની સ્થિતિ અંગે આપેલા રિપોર્ટ બાદ પણ અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી અમલ થયો નથી. જે બહુ આઘાતજનક વાત કહી શકાય. અરજદારપક્ષની રજૂઆત ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે અમ્યુકો પાસેથી રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર રસ્તાઓની તાજી સ્થિતિ અંગે ખુલાસો માંગી કેસની વધુ સુનાવણી તા.6ઠ્ઠી એપ્રિલના રોજ મુકરર કરી હતી.

Back to top button