વ્યાજખોરોનો એવો ત્રાસ કે માણસ માટે જીવવું મુશ્કેલ બન્યું, પણ પોલીસે કેવી રીતે કરી મદદ ?
ગુજરતમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ એક મેગા ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે ગાંધીનગરમાં આજે વ્યાજખોરો વિરુદ્ધ વધુ એક ભોગ બનેલા વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગરના સેક્ટર 21 માં કરિયાણાની દુકાન ચલાવતા સુરેશભાઇ પ્રજાપતિ એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને બે મહિના અગાઉ આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કરી ચૂક્યા હતા પણ સદનસીબે કોઈ મોટી ઘટના ન થઈ. છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહેતા હાલ ચાલી રહેલી મેગાડ્રાઈવમાં તેમણે આ વ્યાજખોરો વિરુદ્ધ સેક્ટર 21 ના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો પર તવાઈ
સમગ્ર ગુજરતમાં ગૃહરાજ્યમંત્રી ના કડક આદેશ બાદ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે ત્યારે નાગરિકમાં પણ ક્યાંક ને ક્યાંક આ બાબતે જાગૃતિ ફેલાઈ છે અને લોકો ખૂલીને સામે આવી રહ્યા છે અને વ્યાજખોરોના ત્રાસની પોતાની વેદના પોલીસ સમક્ષ રજૂ કરી રહ્યા છે.
વ્યાજખોરોના ત્રાસથી ગુજરાતભરમાં કેટલાય લોકો પીડાઈ રહ્યા છે પણ કેટલાક પોતાની મજબૂરી ના કારણે હજુ પણ બહાર આવી રહ્યા નથી. લોકોની વાત સાચી માનિએ તો હજુ પણ કેટલાક વ્યાજખોરો તો પીડિતોને ધમકાવી રહ્યા છે કે આ બધુ તો થોડા દિવસમાં પતિ જશે પછી પૈસાની જરૂર પડશે તો અમે જ આપીશું સરકાર આપવા નહીં આવે.