ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષ

સતત વ્યસ્ત રહેવાની આદત પણ એક રોગ છે…

Text To Speech
  • સતત વ્યસ્ત રહેવાથી માનસિક અને ભાવનાત્મક રોગો થાય છે
  • વ્યસ્તતા એક પ્રકારની બીમારી છે, તે સારી વાત નથી

અમદાવાદ, 23 ડિસેમ્બર : આપણામાંથી મોટાભાગના લોકો વ્યસ્ત રહેવાની આદત બનાવી ચૂક્યા છે. ઓફિસ હોય કે ઘર, આપણે કોઈ ને કોઈ સ્વરૂપે કામમાં ડૂબી જઈએ છીએ. અને જો કામ ન થાય તો ચિંતા અનુભવીએ છીએ.આપણી વચ્ચે એવા ઘણા લોકો હશે જેઓ ઓફિસમાં કલાકો સુધી કામમાં વ્યસ્ત રહે છે. ઘરે આવે ત્યારે પણ તે પોતાને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખે છે. જો તે આરામથી બેસે તો તે ચિંતા અનુભવે છે. ઘણા લોકોએ આ અનુભવ્યું જ હશે. આખરે આ શું છે?

સતત વ્યસ્ત રહેવાથી માણસ માનસિક અને ભાવનાત્મક રીતે થાકી જાય છે. સ્વાસ્થ્ય માટે પણ આ ખૂબ જોખમી છે. હંમેશા વ્યસ્ત રહેવાથી તમારી જાત સાથે તમે અન્યાય કરો છો. લોકો પૈસા કેવી રીતે કમાવવા અને બચાવવા તે જાણે છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે તેને ખબર નથી. તે જીવનનો આનંદ માણવામાં નિષ્ફળ જાય છે. તેઓ જીવનને સાચા અર્થમાં સમજી શક્ય નથી તેમ કહી શકાય. જ્યારે આરામ કરવાનો સમય આવે છે, ત્યારે તે અસમર્થ હોય છે.

હકીકતમાં વ્યસ્તતા એક પ્રકારનો રોગ છે. આ એક સરળ પરિસ્થિતિ નથી. તેથી તમારી જાતને ઓછી વ્યસ્ત રાખો અને જીવનનો આનંદ માણો. આપણે આરામદાયક અને હળવા રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.તે માટે સારા પુસ્તકો વાંચવા, 60-90 મિનિટ યોગનો અભ્યાસ કરો, સંગીત સાંભળો, તમારા મિત્રોને મળો, વોક કરો, ટીવી અને ફોનથી દૂર રહો.

આપણી નર્વસ સિસ્ટમ અને પર્યાવરણ વચ્ચે એક ખાસ સંબંધ છે જે સૌથી મહત્વપૂર્ણ છે, તેને જાળવી કરવી, હંમેશા ઉતાવળમાં રહેવું, નર્વસ, વિચલિત અને બેચેન અનુભવવું જોખમી છે. આ આપણને અનેક રોગો તરફ ધકેલે છે.

આ પણ વાંચો : આગની વચ્ચે લોકો રજાઓ માણવા કેમ આવે છે?

Back to top button