ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વ્યક્તિએ બાઈકનો જન્મદિવસ ઉજવ્યો! ટાયર પર છરી બાંધીને કેક કાપી, જૂઓ વીડિયો

  • છોકરાઓ તેમની ગર્લફ્રેન્ડ કરતાં વધુ બાઈકને પ્રેમ કરે છે: સોશિયલ મીડિયા યુઝર

HD ન્યૂઝ ડેસ્ક, 14 સપ્ટેમ્બર: જ્યારે બાઇકની વાત આવે છે, ત્યારે તમામ પુરુષોના હૃદય પીગળી જાય છે. પુરુષોને બાઇક પ્રત્યે એટલો પ્રેમ હોય છે કે તેઓ પોતાની બાઇકને પરિવારના સભ્યની જેમ રાખે છે અને તેની સંભાળ કરે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈને તેની બાઇકનો જન્મદિવસ ઉજવતો જોયો છે? તાજેતરમાં એક વ્યક્તિએ આવું જ કઇંક કર્યું છે. તેણે તેના કેટલાક મિત્રો સાથે બાઇકનો જન્મદિવસ ઉજવ્યો છે. આ પ્રસંગે તેણે કેક પણ કાપી હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સીન જોઈને લોકો કહી રહ્યા છે કે, છોકરાઓને તેમની ગર્લફ્રેન્ડ કરતાં બાઈક વધુ ગમે છે!

હાલમાં જ ટ્વિટર એકાઉન્ટ @Shahrcasm પર એક વીડિયો (Bike birthday celebration viral video) પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક લોકો બાઇક સાથે એવું કામ કરી રહ્યા છે, જેની કોઈ અપેક્ષા પણ ન રાખી શકે. આ લોકો બાઇકનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જોઈને આશ્ચર્ય થાય કે, બાઇકનો જન્મદિવસ કેવી રીતે ઉજવવામાં આવે, તેમાં તો કોઈ જીવ નથી. પરંતુ આ વીડિયો જોયા પછી તમારી આ ભાવના દૂર થઈ જશે. વીડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું કે, ‘શું પુરુષોમાં લાગણીઓ હોય છે?’

જૂઓ આ વીડિયો

 

બાઇકના ટાયરમાં છરી બાંધીને કેક કાપી

આ પછી જવાબ તરીકે આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ  શકીએ છીએ કે, વ્યક્તિએ તેની બાઇકને માળા પહેરાવી છે. એક વ્યક્તિના હાથમાં કેક છે, બીજો બાઇક ચલાવી રહ્યો છે અને ત્રીજો દર્શક બનીને ઊભો છે. બાઇકના ટાયર સાથે પ્લાસ્ટિકની છરી બાંધવામાં આવી છે. વ્યક્તિ બાઇકને આગળ ધકેલી રહ્યો છે અને છરી વડે કેક કાપવામાં આવી રહી છે. ત્યાં બીજા ઘણા લોકો પણ ઉભા છે. શક્ય છે કે, આ વીડિયો બાઇકના જન્મદિવસની ઉજવણીનો ન હોય, પરંતુ નવી બાઇક ખરીદવાની ઉજવણીનો હોય.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

આ વીડિયોને 11 લાખ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું કે, “છરી વડે કેક કાપતા પહેલા સાઈલેન્સર વડે મીણબત્તીને બુઝાવી લેવી જોઈતી હતી.” બીજાએ કહ્યું કે, “પુરુષોમાં લાગણીઓ હોય છે, તેમને ફક્ત એવી વ્યક્તિની જરૂર હોય છે જે તેમને સમજી શકે.” અન્ય એક યુઝરે કહ્યું કે, “દરેક પુરુષ માટે બાઇક એ તેનો પહેલો પ્રેમ હોય છે.” જ્યારે વધુ એક યુઝરે કહ્યું કે, “પુરૂષો તેમની ગર્લફ્રેન્ડ કરતાં બાઇકને વધુ પ્રેમ કરે છે.

આ પણ જૂઓ: ગામડાના લોકોની અજાયબી! પોતાનું જ રોકેટ લોન્ચ કરી દીધું, લોકો આશ્ચર્યચકિત; જૂઓ વીડિયો

Back to top button