સૌરીન અને અંશુલના મૃતદેહને વતનમાં મોકલવા ન્યૂઝીલેન્ડ ગુજરાતી સમાજ આવ્યો પરિવારની વ્હારે
ન્યૂજીલેન્ડના ઑકલેન્ડમાં એક બીચ પર અમદાવાદના રહેવાસી બે આશાસ્પદ યુવકોનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું. ત્યારબાદ હવે બંને ના મૃતદેહને ભારત લાવવા પરિવારજનો ને આર્થિક રીતે મદદ કરવા ન્યૂજીલેન્ડનો ગુજરાતી સમાજ તેમની વ્હારે આવ્યો છે. ગુજરાતી સમાજ દ્વારા ઓનલાઈન એક પેજ બનાવ્યું છે જ્યાં ફંડ એકત્ર કરી શકાય અને અન્ય લોકો પણ આમાં સહભાગી બની શકે.
Piha tragedy – Givealittle આ લિંક પર ક્લિક કરી તમે મદદ કરી શકો છો
સૌરીન પટેલ અને અંશુલ શાહ ના મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવતા હવે તેમણે વતનમાં પાછા લાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે ત્યારે મૃતદેહ લાવવાનો ખર્ચ વધુ હોવાને કારણે ન્યૂઝીલેન્ડ ના ગુજરાતી સમાજ દ્વારા તેમના પરિવારની મદદ અર્થે આ ઓનલાઈન પેજ બનાવવામાં આવ્યું છે જય કોઈપણ વ્યક્તિ આ પરિવારને મૃતદેહ વતનમાં લાવવા મદદરૂપ થઈ શકશે. લોકો આ પેજમાં જઇ મહત્તમ ફંડ આપે અને ટૂંકા સમયમાં આ મૃતદેહ ને વતનમાં લાવી શકાય ટે માટે પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : આવતીકાલે રીલીઝ થશે પઠાણ, જાણો પોલીસ નો એક્શન પ્લાન
ઓનલાઈન પેજ https://givealittle.co.nz/cause/support-piha-beach-victims પર જઈ કોઈપણ વ્યક્તિ સૌરીન અને અંશુલ ના મૃતદેહને ભારત લાવવામાં મદદ કરી શકે છે અને સમય બહુ ઓછો હોવાથી જલ્દીથી લોકો આમાં પોતાનું યોગદાન આપે અને પુણ્ય કરે તેવી અપીલ ગુજરાતી સમાજ દ્વારા કરવામાં આવી છે.