ગુજરાત

રાજ્ય સરકારે બે વર્ષમાં આટલા કરોડની લોન લીધી, આટલાં કરોડનું દેવું

Text To Speech

હાલમાં રાજ્યના બજેટ સત્ર દરમિયાન સરકાર દ્વારા વિવિધ પ્રશ્નોના જવાબ સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાત સરકારે બે વર્ષમાં 85,780 કરોડની લોન લીધી છે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એક લેખિત સવાલના જવાબમાં શનિવારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 2020-21માં 44,780 કરોડ અને 2021-22માં સુધારેલા અંદાજ મુજબ 41 હજાર કરોની લોન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મારફતે બજાર લોન લીધી છે.

ગુજરાત સરકાર બજેટ Hum Dekhenege News
File image

આ પણ વાંચો : ખેડૂતોના મુદ્દા પર રાજ્ય સરકારે વ્યક્ત કરી ચિંતા, જરૂરી રાહત મળી રહે તેના માટે શું કરવામાં આવી રહી છે વ્યવસ્થા ?

આ લોનની મુદ્દત બે વર્ષથી 10 વર્ષના સમયગાળા માટેની છે, લોન પર 5.27 ટકાથી લઈને 7.29 ટકા સુધીનું વ્યાજ ચુકવવાની થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રાજ્ય સરકારના બેંકર તરીકે કામગીરી કરે છે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જરૂરિયાત મુજબની બજાર લોન ઓક્શન પ્રક્રિયા મારફત રાજ્ય સરકારને મેળવી આપે છે. છેલ્લા ઘણાં સમયથી સરકાર પર વધુ લોન લેવાનો મુદ્દો ચર્ચામાં છે.

ગુજરાત જંત્રી Hum Dekhenege News

એટલું જ નહીં સરકારે કહ્યુ હતું કે, 2020-21માં વિકાસ માટે 1.24 લાખ કરોડ અને 2021-22માં 1.31 લાખ કરોડનો ખર્ચ થયો છે, જ્યારે વહીવટી ખર્ચ પેટે અનુક્રમે 71,714 કરોડ અને 82,479 કરોડનો ખર્ચ થયો છે, આમ રાજ્ય સરકારના બજેટની અડધી રકમ પણ વિકાસ ખર્ચ માટે વપરાતી નથી. ઉલ્લેખનીય છે કે, સુધારેલા અંદાજ પ્રમાણે નાણાંકીય વર્ષ 2021-22માં રાજ્ય સરકારનું કુલ દેવું 3.20 લાખ કરોડને પાર થઈ ગયું છે.

આ પણ વાંચો : કોરોનાએ ફૂંફાળો મારવાનું શરૂ કર્યું : ગુજરાતમાં આજે વધુ 179 કેસ, સૌથી વધુ અમદાવાદમાં 83 સંક્રમિત થયા

Back to top button