ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ કાયદો 9 ઑક્ટોબરથી લાગુ થશે

  • ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ વિધેયકની જોગવાઈઓ રાજ્યમાં ૯મી ઓક્ટોબરથી બનશે અમલી
  • રાજ્યની ૧૧ પબ્લિક યુનિવર્સિટીઓમાં નવીન અધિનિયમની જોગવાઇઓ પડશે લાગુ
  • યુનિવર્સિટીઝની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં થશે વધારો : ઋષિકેશ પટેલ

ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ વિધેયક – ૨૦૨૩ની જોગવાઈઓ રાજ્યમાં આગામી ૯મી ઓક્ટોબરથી અમલી બનશે. જેને પગલે રાજ્યની ૧૧ પબ્લિક યુનિવર્સિટીઓમાં તા. ૯ ઓક્ટોબરથી નવીન અધિનિયમની જોગવાઇઓ લાગુ પડશે. જેને લઈને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ૧૧ પબ્લિક યુનિવર્સિટીઝની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે તેમજ રાજ્યની પબ્લિક યુનિવર્સિટીઓને વહીવટ અને સંચાલનમાં આપેલ ઓટોનોમીથી ગુજરાત વિશ્વ ફલક પર એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવશે

આ વિધેયકમાં શું છે મહત્વની જોગવાઈ ?

1. યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે

એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે. જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે અને યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે.

2. યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે

3. આ એક્ટ દ્વારા ૧૧ યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે

4. રાજ્યની ૧૦ પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલ રહેશે. જ્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શુભાંગીની રાજે ગાયકવાડ સ્થાન સંભાળશે.

5. અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩% મહિલા સભ્યોની જોગવાઈ

6. યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે

7. યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે. ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે

વિધેયક વિશે શું જણાવ્યું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ?

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું  કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પંદરમી વિધાનસભાના સત્રમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બીલ – ૨૦૨૩ મૂકવામાં આવ્યુ હતું. જે વિધાનસભામાંથી પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં આ નવીન એકટની જોગવાઈઓ આગામી તારીખ ૯મી ઓક્ટોબરથી લાગુ થશે. આ એક્ટની જોગવાઈઓથી ૧૧ પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે. વધુમાં જણાવ્યું હતું કે, આ વિધેયકની જોગવાઈઓના પાલનથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦માં થયેલ સૂચનોનું અમલીકરણ વધુ સારી રીતે થઇ શકાશે. સુયોગ્ય સંકલનથી યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થઇ શકાશે. સુગઠિત નાણાંકીય અંકુશ આવશે.વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનાત્મક સંશોધનોને વેગ મળશે અને યુનિવર્સિટીને વધુ ઓટોનોમી પ્રાપ્ત થશે

 

આ પણ જાણો :ગુજરાતના બાળકો, યુવક-યુવતીઓ માટે વિનામૂલ્યે તાલીમ શિબિરોનું આયોજન

Back to top button