મુખ્યમંત્રી અને ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલ-વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત સભ્યોએ દિવંગત પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ ધારાસભ્યોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
આ પણ વાંચો : SC તરફથી પવન ખેડાને મોટી રાહત, વચગાળાની જામીન અરજી કરી મંજૂર
મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતાશ્રી ભૂપેન્દ્ર પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યઓ અને રાજ્યના પૂર્વ રાજ્યપાલના દુઃખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, પૂર્વ રાજ્યમંત્રી સ્વ. રમણભાઇ ચૌધરી તેમજ પૂર્વ સભ્યો સ્વ. નારણભાઇ કાળીદાસ પટેલ, દાઉદભાઇ મિયાભાઇ પટેલ, સ્વ. મહિપતસિંહ ભાવુભા જાડેજા તથા સ્વ. હરેશકુમાર ઇન્દ્રપ્રસાદ ભટ્ટના અવસાન અંગે આ દિવંગત આત્માઓને ભાવાંજલિ આપી હતી. તેમણે પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીજીએ ગુજરાતના વિકાસમાં આપેલા માર્ગદર્શન તેમજ દિવંગત પૂર્વ સભ્યોની જાગતિક લોકપ્રતિનિધિ તરીકેની સેવા પરાયણતાનું પૂણ્ય સ્મરણ કર્યુ હતું.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તેમજ મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યોએ આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ વિધાયકોના સમાજ દાયિત્વને બિરદાવ્યુ હતું. સમગ્ર સભાગૃહે બે મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માઓની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
રાજ્યપાલના સંબોધનમાં વિપક્ષો સહિત તમામ સભ્યોનો સહયોગ : રાજ્યપાલે આભાર માન્યો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના શુભારંભે વિધાનસભા ગૃહને સંબોધન કર્યું હતું. રાજ્યપાલએ 35 મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું. તમામ સભ્યોએ ગરિમા અને સન્માનપૂર્વક તેમનું સંબોધન સાંભળ્યું હતું અને પ્રશંસા કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધનના અંતે કહ્યું હતું કે, વિપક્ષના સભ્યોએ પણ મર્યાદાનું પાલન કરીને ગૃહનું ગૌરવ અને પ્રતિષ્ઠા વધે એ પ્રકારે મારા સંબોધનમાં સહયોગ આપ્યો છે. તેમણે આ માટે વિપક્ષ સહિત ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે પેપર ફૂટ્યા બાદ ઉમેદવાર અને તેના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ છે. માત્ર પેપર નથી ફૂટતા લોકોના સપના, આશા , અપેક્ષા અને માણસો પણ ફૂટે છે. આ વિધેયક માત્ર કાયદો જ બનીને ન રહી જાય પરંતુ તેની અમલવારી કડક થાય તેવી માંગ ચાવડાએ કરી હતી. 2014થી ચાલતી ડબલ એન્જિન સરકારમાં 12 કરતા વધુ પેપર ફૂટ્યા છે. વધુમાં અમિત ચાવડા એ ઉમેર્યું હતું કે વિધેયક પાસ થઈ કાયદો બને તો તેની અમલવારી 2014થી થાય તેવું સૂચન કર્યું હતું.
હર્ષ સંઘવીએ વિધાનસભા બજેટ સત્રમાં જણાવ્યું હતું કે બોલવા કરતાં વધુ સાંભળવાની તૈયારી સાથે આવ્યો છું. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે કડક કાયદો લાવવો આજના સામેની માંગ છે. સમયે સમયે પરીક્ષામાં ફેરફાર લાવવો જરૂરી બન્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને અતિષિયોક્તિ ન થાય તે જોયું છે. સાથે તેમણે ઉમેર્યું હતું કે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના પેપરલીક અંગેના કાયદાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. વધુમાં સંઘવીએ ઉમેર્યું હતું કે, રાત દિવસ મહેનત કરી પોલીસ આરોપીઓ પકડી પડ્યા હતા અને તેમની સામે ગુનો નોંધી ચાર્જશીટ કરવામાં આવી છે. હાલ ભલે કાયદો નથી પણ તેમણે કોઈપણ છટકબારી આપવામાં આવશે નહિ, કડક કાયદો બનાવી તેનું અમલીકરણ કરાવવાની અમારી જવાબદારી છે. પેપર ફૂટેલું એની કોઈ પરિક્ષાર્થીએ ફરિયાદ નહોતી કરી. ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ દૂષણખોરો હોય તો તેમના પર ધ્યાન રાખો. બરોડામાં ત્રણ દિવસ પહેલાથી જ કોચિંગ ક્લાસ પર એટીએસ અને પોલીસ વોચ ગહોઠવી હતી. ત્રણ દિવસ પહેલા પોલીસને બાતમી મળી હતી કે પેપર ક્યાંકથી આવાનું છે.
પેપર લીક કરનાર વ્યક્તિ હરિયાણાનું પેપર લેવા ગયા હતા અને મળી ગયું ગુજરાતનું પેપર, પેપર ફોડનારને ગુજરાતમાં કોઈ મળ્યું નહિ એટલે એને બીજા કોચિંગ ક્લાસમાં પેપર આપ્યું અને તેનું ટ્રાન્સલેશન કરી વડોદરા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું, કોઈ આવ્યું નહિ એટલે લાગ્યું કે અફવા છે ત્યા મારા ફોન પર મિસકોલ આવવા લાગ્યા એટલે લાગ્યું કે પેપર લીક થયું છે. પેપર લેવા બેસેલા વિદ્યાર્થીઓને અમે જીપીએસવાળા બેલ્ટ પહેરાવીને બેસાડ્યા હતા. પેપર અવ્યવતાની સાથે તેને મેચ કરતાં પેપર ફૂટ્યું હોવાનું સામે આવું હતું અને અડધી રાત્રે મુખ્યમંત્રીને કહ્યું ત્યારે તેમણે પરીક્ષા રદ કરવા સૂચન કર્યું હતું.
અત્યાર સુધીમાં કુલ 18 પેપરો લીક થયા છે જે અનુક્રમે, 2014માં જીપીએસસી ચીફ ઓફિસર, 2016માં તલાટી પરીક્ષાનું પેપર, 2018માં ટાટ, મુખ્ય સેવિકા, નાયબ ચિટનિસ, એલઆરડીની પરીક્ષાના પેપર, 2019 બિનસચિવાલય કારકુન, 2021 હેડ કલાર્ક, વિદ્યુત સહાયક પરીક્ષા, સબ ઓડિટરની પરીક્ષા, 2022 વનરક્ષક ભરતી પરીક્ષા અને 2023 જુનિયર કલાર્ક પરીક્ષા સહિતના પેપરો ફૂટ્યા હતા. પેપર ફૂટવાના અને ગેરરીતીના કારણે લાખો યુવાનો નિરાશ થાય છે અને સાથે તેમના માતાપિતા પણ નિરાશ થતાં હોય છે. એમનું સપનું હોય છે કે એમના સંતાનને સરકારી નોકરી મળે પણ કેટલાક લેભાગુ અને અસામાજિક તત્વો ગેરરીતિ કરે છે. આ પેપર નથી ફૂટતું આ માણસની નિતિ ફૂટે છે, શૉર્ટકાર્ટ અપનાવી અને નોકરી લેવા માટે આવું કરે છે.
આ વિધેયક બિલમાં આટલા નિયમોની જોગવાઈ કરવામાં આવી છે
- પરીક્ષા માટે નિમાયેલી કોઈ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં જતા અટકાવવા કે ધમકાવવા બદલ પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
- પ્રવેશ ન કરવા દેનાર કે ધમકાવનાર વ્યક્તિ સામે ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીનો આર્થિક દંડ
- પરીક્ષાર્થી અને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવેલ વ્યક્તિ જો પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરે છે તો તેને ₹10,00,000 દંડ અને વધુમાં વધુ દસ વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ
- આયોજન પૂર્વક પરીક્ષામાં ગેરરીતી આચાર્ય એટલે કે પેપર ફોડવા જેવી બાબત અંગે ઓછામાં ઓછી સાત વર્ષની કેદની સજા અને વધુમાં વધુ દસ વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે
- કોઈ પરીક્ષાથી ગેરરીથી પકડાઈ અને ગુનો સાબિત થાય તો તેને બે વર્ષ માટે કોઈ જાહેર પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે