ગુજરાત

દત્તક બાળકના બર્થ સર્ટીમાં સુધારા માટે ગુજરાત હાઇકોર્ટે આપ્યો મોટો નિર્ણય

દત્તક બાળકના બર્થ સર્ટીમાં સુધારા માટે કોર્ટ હુકમની જરૂર નથી તેમ ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે. જેમાં કાયદેસર દત્તક લીધાની હકીકત કાયદેસરતાને પુરવાર કરે છે. તથા આ પ્રકારની શ્રેણીબદ્ધ પિટિશન્સ પર હાઈકોર્ટે એક સમાન નિર્ણય આપ્યો છે. તેમાં દત્તક લીધા અંગેનો કાયદેસર રજિસ્ટર્ડ કરાર ઉપલબ્ધ હોય એમ ગુજરાત હાઇકોર્ટે ઠેરવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: ધોલેરા SIRમાં દેશનો સર્વપ્રથમ સેમિ કન્ડક્ટર પ્લાન્ટ શરૂ થશે

જન્મના પ્રમાણપત્ર કે રેકોર્ડમાં સુધારો કરવાનો ઇનકાર કરી શકે?

જન્મના પ્રમાણપત્ર કે દસ્તાવેજમાં સુધારો કરવા માટે સત્તાવાળાઓ સિવિલ કોર્ટમાંથી હુકમ લઇ આવવાનો આગ્રહ રાખી શકે નહી કે જયારે બાળકન દત્તક લીધા અંગેનો કાયદેસર રજિસ્ટર્ડ કરાર ઉપલબ્ધ હોય એમ ગુજરાત હાઇકોર્ટે ઠેરવ્યું છે. શ્રેણીબદ્ધ પિટિશનોની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટ સમક્ષ એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે, સક્ષમ કોર્ટના હુકમની ગેરહાજરી અથવા તો તેના કોઇ હુકમ વિના સક્ષમ સત્તાવાળાઓ જન્મના પ્રમાણપત્ર કે રેકોર્ડમાં સુધારો કરવાનો ઇનકાર કરી શકે? જેની પર નિર્ણય આપતાં હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: AMCએ 7 પ્લોટની હરાજી એક મહિનાથી વધુ સમય માટે લંબાવી, જાણો શું છે કારણ 

રજિસ્ટર્ડ કરારમાં સંબંધિત પક્ષકારોએ બાળકને દત્તક અંગે સંમતિ આપી

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, બાળકને દત્તક લીધા અંગેનો રજિસ્ટર્ડ કરાર એ બાબત હિન્દુ એડોપ્શન એન્ડ મેઇન્ટેનન્સ એકટ-1956 હેઠળ બાળકને દત્તક લીધાની કાયદેસરતા સાબિત કરવા માટે પૂરતી છે અને તેથી જન્મના પ્રમાણપત્ર કે રેકોર્ડમાં સુધારો કરવા માટે આવા કરારની ખરાઇ કરવા સિવિલ કોર્ટના હુકમ કે ડિક્રીની કોઇ જરૂરિયાત રહેતી નથી. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, રજિસ્ટર્ડ કરારમાં સંબંધિત પક્ષકારોએ બાળકને દત્તક અંગે સંમતિ આપી હોય અને તેમાં તેના જૈવિક પિતા તરફ્થી બાળકને દત્તક આપવામાં કોઇ વાંધો આવ્યો ના હોય ત્યારે વિવાદની પાછળથી માત્ર ધારણા અને દહેશત રાખી જન્મ પ્રમાણપત્ર કે રેકોર્ડમાં સુધારો નહી કરી આપવાનું વલણ અને સિવિલ કોર્ટના હુકમનો આગ્રહ રાખવાનું યોગ્ય કે વાજબી ના કહી શકાય.

આ પણ વાંચો: અમદાવાદની CBI કોર્ટે CGST આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીને વધુ બે દિવસના રિમાન્ડ આપ્યા

જન્મના સંબધિત પ્રમાણપત્ર અને રેકર્ડમાં જરૂરી સુધારો કરી આપવા હુકમ કર્યો

ગુજરાત હાઇકોર્ટે આ મામલે બોમ્બે હાઇકોર્ટના આ જ મુદ્દા પરના ચુકાદા અને નિર્ણય પરત્વે અસહમતિ દર્શાવી હતી. હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના જયસિંહ વિરૂદ્ધ શકુંતલાના કેસના ચુકાદાને ટાંકયો હતો અને ઉપરોકત મહત્ત્વપૂર્ણ અવલોકન સાથે સંબધિત જન્મ અને મરણ નોંધણી વિભાગના રજિસ્ટ્રારને અરજદારોને જન્મના સંબધિત પ્રમાણપત્ર અને રેકર્ડમાં જરૂરી સુધારો કરી આપવા હુકમ કર્યો હતો.

Back to top button