શું જયસુખ પણ માલ્યા-મોદીની જેમ ભારતમાંથી ફરાર ? કિર્તિ આઝાદે કર્યો દાવો
મોરબી પર ઝુલતા બ્રિજને તૂટી પડવાની ઘટનામાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. એક માહિતી અનુસાર કિર્તિ આઝાદે પોતાના ટ્વિટમાં દાવો કરી રહ્યા છે કે, ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ દેશ છોડીને જતાં રહ્યા છે. જો કે અગાઉ પોલીસ તેમની શોધમાં હરિદ્વાર પહોંચી હતી પરંતુ ત્યાં તેમની કોઈ જાણકારી મળી ન હોવાનું પણ અગાઉ જાણવા મળ્યું હતું. તે વચ્ચે કિર્તિ આઝાદના ટ્વિટે ફરી એકવાર સવાલો ઊભા કરી દીધા છે. તેમજ તપાસ ટીમ માટે નિમાયેલી SIT પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે.
— Kirti Azad (@KirtiAzaad) November 9, 2022
આ તરફ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી સરકાર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં વધુ એક અરજી કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ઓરેવા કંપની પાસે બ્રિજ રિપેર કરવાનો અનુભવ ઓછો હોવા છતાં પણ નગરપાલિકાએ કેમ તેમને કોન્ટ્રાક્ટ આપ્યો. મુદ્દો એ છે કે ઓરેવા કંપની મેન્યુફેક્ચર કંપની જે ઘડિયાળ, કેલ્ક્યુલેટર અને હોમ એપ્લાયન્સની વસ્તુઓ બનાવવાનો અનુભવ ધરાવે છે તે કંપનીને સરકારે મોરબી બ્રિજ રિપેરિંગની કામગીરી શા માટે સોંપી?
આ પણ વાંચો: મોરબી બ્રિજ તૂટી પડવાનું કારણ આવ્યું સામે, જાણો- શું કહ્યું IIT-દિલ્હીના નિષ્ણાતોએ ?
મળતી માહિતી મુજબ ઝૂલતા પુલની ઘટનાની તપાસમાં પોલિસ દ્વારા જાણકારી મળી હતી કે તે ઓરેવા કંપની સાથેના પારિવારિક સંબંધો હોવાના કારણે તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેમજ ઓરેવા કંપની ફેબ્રીકેશનનું કામ કરતી હતી એટલે કે સામાન્ય જાડી ફિટ કરવાનું અને પુલ રિપેર કરવાનું કામ કરતી હતી, પરંતુ તેને ઝૂલતા બ્રિજ માટે કંપનીએ તેને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. આ અગાઉ ભુજોડી ઓવરબ્રિજ, સાઉથ બોપલમાં બ્રિજ તૂટી જવો સહિતની કેટલીય ઘટનાઓમાં સરકારે કમિટી બનાવી પરંતુ કોઈ વ્યક્તિ સામે પગલા લેવાયા નથી. મોરબી દુર્ઘટનામાં પણ સરકારની બનાવેલી SIT વિખેરીને NIAને આ મામલે તપાસ સોંપવાની માંગણી કરવામાં આવી છે.