કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી દુર્ઘટના મામલે નગરપાલિકાને ફટકાર, જવાબ આપો નહીં તો 1 લાખનો દંડ ભરોનો HCનો આદેશ

Text To Speech

ગુજરાત હાઈકોર્ટે બુધવારના રોજ મોરબી દુર્ઘટના મામલે ફરીથી સુનાવણી હાથ ધરી હતી. જે મામલે હાઈકોર્ટે મોરબી નગર પાલિકાને ફટકાર લગાવી જવાબ આપો નહીં તો  1 લાખનો દંડ ભરવા તૈયાર રહેવા કહ્યું છે તેમજ આ ઘટના અંગે સાંજ સુધી જવાબ માંગ્યો છે. મોરબી દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે અગાઉ સુઓમોટો અરજી દાખલ કરી હતી. તેમજ પાંચ અધિકારીઓ પર નોટિસ ઈસ્યુ કરી હતી.

સાંજ સુધીમાં જવાબ આપવાનો આદેશ

મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનવાણી હાથ ધરવામાં આવી હતી. જે સુનવાણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને સુપર સીડ મામલે ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત બ્રિજ તૂટવાની ઘટના પર સરકાર પાસે સ્પષ્ટ શબ્દોમાં જવાબ માંગ્યો છે. તેમજ અજંતા ગ્રુપ પર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ રહી છે. તેનો સરકાર સ્પષ્ટ જવાબ આપે આ સાથે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર તેમજ પરિજનોને નોકરી માટે સરકાર શું કરી રહી છે તેનો પણ જવાબ રજૂ કરવા જણાવ્યું છે .

આ પણ વાંચો:મોરબી દુર્ઘટનામાં અનાથ બાળકોની વારે આવ્યું અદાણી ફાઉન્ડેશન

સુનાવણી હાથ ધરાઈ

મોરબી અકસ્માત મામલે આજે મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જે બાદ આજે ફરીથી સુનવાણી થઈ હતી જેમાં રાજ્ય સરકાર અને રાજ્ય માનવાધિકાર પંચને નોટિસ પાઠવી દુર્ઘટના અંગે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. તેમજ હાઈકોર્ટે બ્રિજ અકસ્માત અંગેના એક સમાચારના અહેવાલની સુઓમોટો સંજ્ઞાન લીધી હતી અને આજે નગર પાલિકાને ફટકાર લગાવી છે જે અંગે જવાબ આપો નહીં તો 1 લાખનો દંડ ભરવા તૈયાર રહેવા કહ્યું છે તેમજ આ ઘટના અંગે સાંજ સુધી જવાબ માંગ્યો છે.

Back to top button