ગુજરાત

ગુજરાત સરકાર નવા બજેટમાંથી સવા લાખ કરોડ આ લોકો માટે ખર્ચશે

Text To Speech

ગુજરાત સરકાર 2023-24ના વર્ષમાં પગાર-પેન્શન-દેવાં-વ્યાજની ચુકવણી પાછળ કુલ રૂ.1,24,993 કરોડની તોતિંગ રકમ ખર્ચશે, જે રૂ.3,01,22 કરોડના કુલ બજેટમાં 41.52 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021-22ની તુલનાએ આ ખર્ચમાં 18.86 ટકાનો ધરખમ વધારો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત: ક્યા છે મંદી, ફેબ્રુઆરી-23માં 1.31 લાખ વાહનોનું વેચાણ

પગાર ચુકવણી પાછળનો ખર્ચ 27 ટકા વધી ગયો

રાજ્ય સરકારમાં તેની ગ્રાન્ટેડ સંસ્થાઓમાં તેમજ તેના જાહેર ક્ષેત્રના એકમોમાં 2021-22માં કુલ મળીને 4,89,773 કર્મચારીઓ હતા, તે 2023-24ના અંદાજ પ્રમાણે વધીને 4,90,009 થયા છે. આમ બે વર્ષમાં કુલ કર્મચારીઓ માત્ર 0.5 ટકા જ વધ્યા છે, પરંતુ પગાર ચુકવણી પાછળનો ખર્ચ 27 ટકા વધી ગયો છે.

આ પણ વાંચો: લગ્નપ્રસંગ પર દોઢ મહિનાનો વિરામ, જાણો કયારે લગ્નનાં મુહૂર્ત થશે શરૂ 

પેન્શન પાછળના ખર્ચમાં 24.65 ટકાનો જંગી વધારો

એવી જ રીતે રાજ્ય સરકારમાં તેની સહાયિત સંસ્થાઓમાં તેમજ તેના જાહેર ક્ષેત્રોમાં 2021-22માં કુલ 4,89,607 પેન્શનરો હતા, તે 2023-24ના અંદાજ મુજબ વધીને 5,13,716 થયા છે. આમ બે વર્ષમાં પેન્શનરોની સંખ્યા 4.9 ટકા જેટલી વધી છે, પણ એમના પેન્શન પાછળના ખર્ચમાં 24.65 ટકાનો જંગી વધારો નોંધાયો છે.

બે વર્ષમાં આ ખર્ચમાં 10.68 ટકાનો વધારો થશે

બજેટ એનાલિસીસ સાથે સંકળાયેલી પાથેય સંસ્થાએ આ બધી વિગતો આપતાં વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દેવામાં મુદત તથા વ્યાજની ચુકવણી પાછળ 2021-22માં જે કુલ રૂ.49,624 કરોડનો ખર્ચ કર્યો હતો તે 2023-24ના અંતે પ્રાથમિક અંદાજ મુજબ વધીને રૂ.54,924 કરોડ થશે, એટલે કે બે વર્ષમાં આ ખર્ચમાં 10.68 ટકાનો વધારો થશે

Back to top button