કોંગ્રેસે આ શું માંડ્યું છે, હવે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં પણ કરી રહી છે ભૂલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ દરેક પાર્ટીએ એક પછી એક ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે આવતી કાલે પહેલા તબક્કાની ચૂંટણીનું ફોર્મ ભરવાનો અંતીમ દિવસ છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના મેન્ડેટને લઇને ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, કોગ્રેસે મેન્ડેટ આપવામાં મોટી ભૂલ કરી છે. જેના પગલે કોગ્રેસના આગેવાનોમાં દોડધામ મચી ગઇ છે.
કોંગ્રેસે મેન્ડેટ આપવામાં કરી મોટી ભૂલ
ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે કેટલાક ઉમેદવારોને પેટાચૂંટણીના મેન્ડેટ આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આથી કોંગ્રેસના આગેવાનોમાં મેન્ડેટની ખરાઈ કરવા માટે દોડધામ મચી ગઈ છે. સામાન્ય ચૂંટણીમાં પેટા ચૂંટણીના મેન્ડેટ માન્ય ગણાય કે નહિ તે સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે ચૂંટણી માટે ફોર્મ ભરવાનો માત્ર એેક દિવસ બાકી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મોટી ભૂલ થઈ છે.
આ પણ વાંચો: આખરે વાઘોડિયા બેઠક પર ભાજપ નેતા ન માન્યા અને પાર્ટી છોડી
બોટાદ બેઠક પરથી મનહર પટેલની કોંગ્રેસે ટિકિટ કાપી
ત્યારે અનેક ચૂંટણીના દોરની વચ્ચે કાર્યકરોમાં નારાજગી પણ છે. ત્યારે ગુજરાત કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં બોટાદ બેઠક પરથી મનહર પટેલની ટિકિટ કાપી રમેશ મેરની ટિકિટ આપવામાં આવીમાં આવતા મનહર પટેલના સમર્થકોએ હોબાળો મચાવી દીધો હતો.