અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

સુપ્રિમ કોર્ટની અને કેન્દ્ર સરકારની વર્ષ 2016-17ની ગાઈડલાઈનનો હવે 2023માં અમલ કરાશે, જાણો વધુ

Text To Speech
  • અમદાવાદમાં નાઈટશેલ્ટર ખાતે લગાવાશે સીસીટીવી કેમેરા
  • 35 નાઈટશેલ્ટર ખાતે લગાવાશે સીસીટીવી

અમદાવાદના 29 લોકેશન ઉપર 35 નાઈટશેલ્ટર મ્યુનિસિપલ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા છે. નાઈટ શેલ્ટર શહેરમાં દસ વર્ષ અગાઉ બનવાયેલા અગાઉ રેનબસેરા તરીકે ઓળખાતા હાલના 35 નાઈટશેલ્ટરમાં 35 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી છે. મ્યુનિસિપલના યુ.સી.ડી.વિભાગ તરફથી અનેક વખત પત્ર લખાયા બાદ મ્યુનિસિપલ તંત્ર હવે રહી રહીને તમામ નાઈટશેલ્ટરમાં સીસીટીવી કેમેરા લગાવશે.

મહત્વનું છે કે, એક વર્ષ અગાઉ અમદાવાદ પૂર્વના એક નાઈટ શેલ્ટરમાં એક મહિલાની છેડતીનો પ્રયાસ થયાની પોલીસ ફરિયાદ થયા બાદ મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ નાઈટ શેલ્ટરના સંચાલક દ્વારા શેલ્ટરની બહાર એના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. પરંતુ શેલ્ટરની અંદર સીસીટીવી કેેમેરા લગાવવામાં આવ્યા નહોતા. એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.  બાદમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કોરોના બાદ નાની વયના યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં 57% વધારો, જાણો કારણ

AHEMDABAD-HUMDEKHENGENEWS

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2013-14માં શહેરના વિવિધ વિસ્તારમાં રેનબસેરા બનાવાયા એ પાછળનો હેતુ જે લોકો ઘર વિહોણા હોય તેઓ રાત્રિના સમયે સૂઈ શકે તે માટેનો હતો. રેનબસેરા સ્લમ નેટવર્કીંગ પ્રોજેક્ટ હસ્તક મુકવામાં આવ્યા હતા. બાદના વર્ષમાં સરકારની નીતિ બદલાતા રેનબસેરાને નાઈટ શેલ્ટર નામ આપવામાં આવ્યું. ઉપરાંત તેમાં કેટલીક વધુ સુવિધા ઉપલબ્ધ હતી.

નાઈટશેલ્ટરને વર્ષ 2018થી યુ.સી.ડી.વિભાગ હસ્તક મુકવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ તંત્રના જ યુ.સી.ડી.વિભાગ તરફથી વખતોવખત નાઈટશેલ્ટરોમાં જરૂરી સમારકામ પણ કરવામાં આવેલું છે. સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના 29 લોકેશન ઉપર બનાવવામાં આવેલા 35 નાઈટશેલ્ટર ખાતે સીસીટીવી કેમેરા લગાવવા મેસર્સ પાર્થે કસ સર્વેલન્સ ઈન્ડિયા પ્રા.લિ.ને રૂપિયા 35.14 લાખ રૂપિયા ઉપરાંત જી.એસ.ટી ચૂકવવાની શરત સાથે સીસીટીવી કેમેરા ખરીદવા અંગેની દરખાસ્ત મંજૂર કરી છે.

આ પણ વાંચો : ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ

Back to top button