મનોરંજન

કિયારા-સિદ્ધાર્થના લગ્નનું ગેસ્ટ લિસ્ટ આવ્યું સામે, જાણો ક્યાં ક્યાં સ્ટાર આપશે હાજરી

Text To Speech

અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા ફાઈનલી લગ્નના બંધનમાં બંઘાવા જઈ રહ્યા છે. તેમના લગ્નની તારિખ પણ આવી ચૂકી છે. તેઓ 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. જેને લઈને તેમના ચાહકો, અભિનેતાઓ સહિત બોલીવુડમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાહકો આ બંન્નેના લગ્નની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે કિયારા-સિદ્ધાર્થના લગ્નની તમામ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. બંન્ને શાહી અંદાજમાં લગ્ન કરવા જઈ રહી છે. બંન્નેએ લગ્ન માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસની પસંદગી કરી છે.

સિદ્ધાર્થ- કિયારા HUMDEKHENGENEWS

લગ્નની જોરશોરથી તૈયારીઓ શરુ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના આ વર્ષના બીજા મોટા ભારતીય લગ્ન હશે, જેની ચર્ચાઓ ચાહકોમાં જોરશોરથી ચાલી રહી છે. આ બંને રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લેવા જઈ રહ્યા છે તેના માટેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. જેના માટે ‘ સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. અને મહેંદી ડિઝાઇનર વીણા નાગડા પણ સ્થળ પર પહોંચી ગઈ છે. મહેમાનો ધીરે ધીરે આવી રહ્યા છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની ધામધૂમથી ઉજવણી કરવા માટે તેમના સબંધીઓ, દોસ્તો અને પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સિદ્ધાર્થ- કિયારા HUMDEKHENGENEWS

આ સ્ટાર લગ્નમાં થશે સામેલ

કિયારા-સિદ્ધાર્થના લગ્નની આજથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે લગ્ન માટ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટારને આમંત્રણ પણ આપવામાં આવી દીધુ છે. ત્યારે ચાહકોને તે જાણવીની ચોક્કસ ઉત્સુકતા હશે કે કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં કોણ કોણ સામેલ થશે. ત્યારે તેમના લગ્ન માટે આમંત્રીત મહેમાનોનું લિસ્ટ સામે આવ્યું છે. જેમાં બોલીવુડના કેટલાક સ્ટારના નામ સામેલ છે. રિપોર્ટ મુજબ કિયારાએ તેના લગ્નનું આમંત્રણ રામ ચરણને મોકલ્યું છે. કિયારા અડવાણીના કો-સ્ટાર રામ ચરણ આ વેડિંગ સેલિબ્રેશનમાં સામેલ થશે. આ ઉપરાંત શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ લગ્નમાં સામેલ થઈ શકે છે. આ સાથે કરણ જોહર, અશ્વિની યાર્દી પણ આ લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ ઉપરાંત વરુણ ધવન, નતાશા દલાલને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જાણકારી મુજબ આ હાઈ પ્રોફાઈલ લગ્નમાં સિનેમા જગતના મહેમાની સાથે સાથે લગભગ 150 VVIP ગેસ્ટ પણ સામેલ થશે.

આ પણ વાંચો : અમરેલીના આ ગામમાં 4 મિનિટમાં 3 ભૂકંપના આંચકા, જાણો શા માટે ગામમાં વારંવાર આવી રહ્યા છે આંચકાં?

Back to top button