ગુજરાતટ્રેન્ડિંગ

રક્ષકો જ બન્યા ભક્ષક! પોલીસ કર્મીઓ જ બુટલેગર સાથે સંડોલાયેલ હોવાનો ઘટસ્ફોટ

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક પોલીસ કર્મચારીઓની ગુનાઓમાં સંડોવણી બહાર આવી રહી છે. ગુજરાતમાં જ્યારે કોઈ મોટી ઘટના બને છે. ત્યારે તપાસ થતા અંદરના જ માણસોની સંડોવણી બહાર આવતી હોય છે. ભુતકાળમા પણ અનેક વખત આવી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂંકી છે. ત્યારે ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતો કિસ્સો સામે આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ પર બુટલેગર દ્વારા કરાયુ હતુ ફાયરિંગ

છેલ્લા કેટલાક સમયથી પોલીસની આંતરિક ખેંચતાણને લગતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ છોટા ઉદેપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર બુટલેગર દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેને લગતી ઉંડી તપાસ કરવામાં આવી હતી. કોઈ પણ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામા આવે છે. આ વાતની જાણ તેની ટીમ સીવાય કોઈને ખબર નથી હોતી તો પછી બુટલેગરને આ દરોડા વિશે કઈ રીતે ખબર પડી તે અંગે તપાસ કરવામા આવી હતી. ત્યારે આ તપાસમાં કેટલીક ચોંકાવનારી માહીતી સામે આવી હતી.

પોલીસ કર્મી સસ્પેન્ડ -humdekhengenews

પોલીસના જ જવાનો બુટલેગરો મોકલતા હતા લોકેશન

છોટાઉદેપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર કરવામા આવેલ ફાયરિંગ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં ગુજરાત પોલીસના જ કેટલાક જવાનોની તેમાં સંડોવણી હોવાનુ સામે આવ્યું હતુ. આ પોલીસ જવાનો સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના લોકેશન ટ્રેસ કરીને બુટલેગરોને મોકલતા હતા જેથી બુટલેગરો પહેલાથી જ એલર્ડ થઈ જતા હતા. અને આ લોકેશન ટ્રેસિંગ 600 કરતા પણ વધારે વખત થયું હોવાનો ખુલાસો થયો છે. આમ પોલીસ દ્વારા જ તેમને અધિકારીઓના લોકેશન બુટલેગરોને મળી જતા હતા. આ પોલીસ જવાનો અધિકારીઓના લોકેશન બુટલેગરોને આપીને તેમની તગડી રકમ વસુલતા હતા. આ કેસમાં હાલ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. ભરૂચ પોલીસના અશોક અને મયુર નામના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ મામલે હજુ વધુ તપાસ ચાલુ છે. જેમા અનેક મોટા માથાઓ અને પોલીસ જવાનોના નામ સામે આવી શકે છે.

આશીષ ભાટીયાના વહીવટદારની સંડોવણી

ગુજરાત પોલીસના જ કેટલાક જવાનો બુટલેગરો સાથે ક્રાઈમમા સંડાવણી હોવાનું સાને આલી રહ્યું છે. ખુદ પોલીસ જવાનો જ બુટલેગરો પાસેથી પૈસા લઈને અંદરની વાતો બુટલેગરો સુધી પહોંચાડીને તેમની મદદ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ગુજરાત પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠાવવામા આવી રહ્યા છે. આ મામલે ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા સાથે અંગત સંબંધ ધરાવતા પોલીસ ઇન્સ્પેકટર જી. એચ. દહિયાને આજ રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 આ પણ વાંચો : અમદાવાદ ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કામગીરી પુરજોશમાં, નીતિન ગડકરીએ યોજી બેઠક

Back to top button