રાજ્યભરમાં GST વિભાગે વિવિધ કોચિંગ ક્લાસિસ ઉપર દરોડા પાડ્યા છે. જેમાં રાજકોટ ,અમદાવાદ, બરોડા અને સુરતમાં 31 જગ્યાએ GST વિભાગની ટીમ ત્રાટકી હતી.GST વિભાગની આ કાર્યવાહીમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી 18થી 20 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
કોચિંગ ક્લાસિસ ઉપર GST વિભાગના રાજ્યવ્યાપી દરોડા
રાજ્યમાં ધમધમતા કોચિંગ ક્લાસિસ ઉપર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં રાજકોટ ,અમદાવાદ, બરોડા અને સુરતમાં 31 જગ્યાએ જી.એસ.ટી વિભાગની ટીમ ત્રાટકી હતી. GST વિભાગની આ કાર્યવાહીમાં રૂપિયા 18થી 20 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અક્સમાત: તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી જેલમાં જ રહેવું પડશે, જાણો કારણ
સંચાલકોએ GST કમ્પ્લાયન્સ યોગ્ય રીતે ન કરતા હોવાથી કાર્યવાહી
GST વિભાગ દ્વારા સિસ્ટમ બેઝ્ડ એનાલિસિસના આધારે આ કાર્યવાહી કરવામા આવી છે. કોચિંગ ક્લાસીસના સંચાલકોએ GST કમ્પ્લાયન્સ યોગ્ય રીતે ન કરતા હોવાથી GST વિભાગે તવાઈ બોલાવી છે.
18થી 20 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા
પ્રાપ્ત વિગતો મુજબ GST વિભાગે અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી કુલ 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અને ક્લાસિસનો હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ, લોકર, બેંક ખાતાની વિગતો, લોકર સહિતનાની સઘન ચકાસણી કરવામા આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 18થી 20 કરોડના બેનામી વ્યવહારો GST વિભાગે ઝડપી પાડયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસાદ પડશે કે નહીં ?