- 24 કલાકમાં કોરોનાના 7,830 કેસ નોંધાયા
- 223 દિવસોમાં સૌથી વધુ કેસ નોંધાયા
- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 40,215 થઈ
કોરોનાને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ સંખ્યામાં કોરોના દર્દીઓ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, મંગળવારે એક દિવસમાં સાત હજાર 830 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા પણ 40 હજારને પાર થઈ ગઈ છે. હવે દેશમાં 40 હજાર 215 દર્દીઓ સંક્રમિત છે. તેઓ કાં તો હોસ્પિટલમાં દાખલ છે અથવા ઘરે રહીને તેમની સારવાર કરાવી રહ્યા છે.
દેશમાં કોરોનાના આટલા કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવારે 2 લાખ 14 હજાર 242 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી 3.65 એટલે કે 7,830 લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતા. આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 16 લોકોના મોત પણ થયા છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં બે સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં એક-એકનું મોત નોંધાયું હતું. કેરળમાં પાંચ મૃત્યુ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 31 હજાર 16 લોકોના મોત થયા છે.
નવા કોરોના કેસમાં લગભગ 79%નો ઉછાળો
આંકડા અનુસાર, એક સપ્તાહમાં નવા કોરોના કેસમાં લગભગ 79%નો ઉછાળો આવ્યો છે. કોરોના કેસોમાં આ ઉછાળો છેલ્લા સાત મહિનામાં સૌથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે.
આ પણ વાંચો : પંજાબ : ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, ચાર લોકોના મોત, સમગ્ર વિસ્તાર સીલ