ટ્રેન્ડિંગમનોરંજન

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો-2’ ફ્લોપ, આલિયા ભટ્ટના એપિસોડની વ્યુઅરશિપ સાવ તળિયે

Text To Speech
  • ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો-2’ નો પહેલો એપિસોડ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ, કરણ જોહર અને વેદાંગ રૈના જોવા મળ્યા હતા

26 સપ્ટેમ્બર, મુંબઈઃ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો-2′ શરૂ થઈ ગયો છે. તેનો પહેલો એપિસોડ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ, કરણ જોહર અને વેદાંગ રૈના જોવા મળ્યા હતા. બીજા એપિસોડમાં ‘દેવરા’ની સ્ટાર કાસ્ટ સૈફ અલી ખાન, જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆર જોવા મળશે. નેટફ્લિક્સના ટોપ 10 નોન-અંગ્રેજી ટીવી શોની યાદીમાં ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ આઠમા નંબર પર છે.

રણબીર અને નીતુના એપિસોડને મળ્યા હતા આટલા વ્યુઝ

નેટફ્લિક્સ અનુસાર, ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો-2’ના પહેલા એપિસોડને 1.2 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ગયા વર્ષે જ્યારે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની પ્રથમ સીઝન શરૂ થઈ હતી અને રણબીર કપૂર સાથે નીતુ કપૂરે આ શોમાં ભાગ લીધો હતો, ત્યારે તે એપિસોડને 2.4 મિલિયન વ્યુઅરશિપ મળી હતી. મતલબ કે ત્યારથી અત્યાર સુધીમાં શોના વ્યુઝમાં 50% ઘટાડો થયો છે.

આ રીતે દર્શકોની સંખ્યા ઘટી

જ્યારે પ્રથમ સિઝનનો પ્રથમ એપિસોડ આવ્યો હતો ત્યારે આ શો ટોપ 10 નોન-અંગ્રેજી ટીવી શોની યાદીમાં ત્રીજા ક્રમે હતો. બીજા એપિસોડ સુધીમાં, શોના દર્શકોની સંખ્યામાં ઘટાડો થયો અને શો પાંચમા સ્થાને પહોંચી ગયો. ત્રીજા એપિસોડમાં દિલજીત દોસાંઝ, પરિણીતી ચોપરા અને ઈમ્તિયાઝ અલી આવ્યા હતા, પરંતુ, તેમનો જાદુ પણ ચાલ્યો નહીં અને શો 1.7 મિલિયન વ્યૂ સાથે સાતમા સ્થાને પહોંચી ગયો હતો. હવે આ શો આઠમા સ્થાને છે.

હવે આ ગેસ્ટ આવશે

‘જીગરા’ અને ‘દેવરા’ની ટીમ બાદ હવે ‘ભૂલ ભુલૈયા 3’ની ટીમ, ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ની ટીમ અને ભારતીય ક્રિકેટ ટીમ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 2’માં આવશે

આ પણ વાંચોઃ કંગના રનૌતની ઈમરજન્સીને સેન્સર બોર્ડની મંજૂરી, જાણો કેવી રીતે રસ્તો સાફ થયો

Back to top button