ટોપ ન્યૂઝટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિકનું આજે ભવ્ય ઉદઘાટન, 128 વર્ષના ઈતિહાસમાં સૌથી અલગ હશે ઓપનિંગ સેરેમની

પેરિસ, 26 જુલાઈ : રમતગમતના મહાકુંભ એટલે કે પેરિસ ઓલિમ્પિકની ભવ્ય શરૂઆત આજથી (26 જુલાઈ) થઈ રહી છે. પેરિસ 2024 ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ સીન નદીના કિનારે યોજાશે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની ટીમ મોકલી છે. ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની અંદર ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં. જે આ વખતે સૌથી ખાસ છે. 1896માં એથેન્સમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી, તેથી તેના 128 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે કે આ ગેમ્સમાં ભાગ લેનારા દેશોની પરંપરાગત પરેડ પેરિસની મધ્યમાંથી વહેતી સીન નદીના કિનારે યોજાશે.

 

View this post on Instagram

 

A post shared by Paris2024 (@paris2024)

ઓલિમ્પિક રમતવીરો લગભગ 100 બોટ પર સીન નદીમાંથી પસાર થશે

આ ઉદઘાટન સમારોહમાં, 10,000 થી વધુ ઓલિમ્પિક રમતવીરો લગભગ 100 બોટ પર સીન નદીમાંથી પસાર થશે, જ્યારે નોટ્રે ડેમ, પોન્ટ ડેસ આર્ટસ, પોન્ટ ન્યુફ સહિત પેરિસના કેટલાક પ્રતિષ્ઠિત સ્થળો પાસેથી પસાર થશે. ફ્લોટિંગ પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી જાર્ડિન ડેસ પ્લાન્ટેસની બાજુમાં શરૂ થશે અને ટ્રોકાડેરો પર સમાપ્ત થશે, જ્યાં ઓલિમ્પિક સમારોહનો અંતિમ શો હશે. આ કાર્યક્રમ ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલવાનો છે. ફ્રેન્ચ થિયેટર દિગ્દર્શક અને અભિનેતા થોમસ જોલી કલાત્મક દિગ્દર્શક તરીકે પેરિસ 2024 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમારોહની દેખરેખ રાખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Paris2024 (@paris2024)

પીવી સિંધુ અને શરથ કમલ પરેડનું નેતૃત્વ કરશે

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને ટેબલ ટેનિસના દિગ્ગજ શરત કમલ, જેઓ પોતાની પાંચમી ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તૈયાર છે, તેઓ ઓલિમ્પિકમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે. આ બંને ખેલાડીઓ પોતપોતાની રમતના પ્રથમ ખેલાડી હશે જેઓ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજ ધારક બનશે.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો પોશાક

પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં, ભારતીય પુરૂષ ખેલાડીઓ કુર્તા બંડી સેટ પહેરશે જ્યારે મહિલા ખેલાડીઓ ભારતના ત્રિરંગા ધ્વજને દર્શાવતી મેચિંગ સાડી પહેરશે. પરંપરાગત ઇકત અને બનારસી બ્રોકેડથી પ્રેરિત પ્રિન્ટ દર્શાવતા વસ્ત્રો તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા

ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા હતા, જે ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જેમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરાનો પ્રથમ એથ્લેટિક્સમાં ગોલ્ડ પણ સામેલ છે. દેશના કુલ 112 ખેલાડીઓ પેરિસમાં 16 રમતોમાં 69 મેડલ ઈવેન્ટ્સમાં ભાગ લેશે. પાંચ રિઝર્વ એથ્લેટ પણ પેરિસમાં હશે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 35 મેડલ જીત્યા છે. આમાંથી માત્ર શૂટર અભિનવ બિન્દ્રા (2008) અને નીરજ ચોપરા (2021) એ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યા છે.

ભારતમાં પેરિસ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ ક્યારે જોવા મળશે?

પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર રાત્રે 11:00 વાગ્યે શરૂ થશે. તે ભારતમાં Sports18 1 SD અને Sports18 1 HD ટીવી ચેનલો પર પ્રસારિત થશે. પેરિસ ઓલિમ્પિકનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર મફતમાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : સરકારે પણ માન્યું, આ ટેલિકોમ કંપનીના લાખો યુઝર્સનો ડેટા થયો લીક, તમે તો નથી બન્યા ને શિકાર?

Back to top button