ગુજરાત પોલીસ અકાદમીનો ગૌરવશાળી દીક્ષાંત-પાસિંગ આઉટ પરેડ સમારોહ યોજાયો
ગુજરાત પોલીસ અકાદમીનો ગૌરવશાળી દીક્ષાંત – પાસિંગ આઉટ પરેડ સમારોહ આજરોજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી હષૅ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, DGP આશિષ ભાટિયા સહિત અધિક પોલીસ મહાનિર્દેશકઓ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતીમાં ગૌરવશાળી દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ ૪૬ પોલીસ ઇન્સ્પેક્ટરની સરાહના કરી
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા ૪૬ પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડમાં સંબોધીત કર્યા હતા.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાત રાજ્યની ગરિમા વધારી છે. તેમજ રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન અહેમ ભૂમિકા નિભાવે છે તેનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સુરક્ષા, સલામતી અને શાંતિના પ્રહરી તેવા પોલીસ દળની કર્તવ્ય ભાવનાની સરાહના કરી હતી. તેમણે ઉમેર્યું કે જ્યારે સમાજમાં તબીબ,ઇજનેરી કે અન્ય વ્યવસાયો તરફ લોકો વધુ ધ્યાન આપે છે ત્યારે આ યુવાઓએ સમાજ રક્ષા માટે પોલીસ દળને કેરિયર માટે પસંદ કરતા અભિનંદનલ પાઠવ્યા છે.
અફસરોમાં ૧૪ જેટલી બહેનો, ૩ ડોક્ટર,૨૫ ઈજનેર પણ સામેલ
નવ નિયુક્ત અફસરોમાં ૧૪ જેટલી બહેનો, ૩ ડોક્ટર,૨૫ ઈજનેર અને ૩ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા લોકો સામેલ છે તે સૌને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા. તાલીમ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવનાર ઓફિસરોને મુખ્યમંત્રીએ ટ્રોફી,પુરસ્કાર તથા સ્વોડૅ ઓફ ઓનરથી સન્માનિત પણ કર્યા હતા.ભારતની આન,બાન અને શાન એવા તિરંગાની સાક્ષીમાં અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સીધી ભરતીની બીજી બેન્ચના ૪૬ પોલીસ ઇન્સ્પેકટર ભાઈ -બહેનોએ શપથ ગ્રહણ કર્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સફળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય ગૃહ મંત્રીશ્રી સંઘવીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. કરાઈ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટરો- પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કરીને સલામી આપી મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંઘર્ષ સાથે દેશને એક નવા મુકામે પહોંચાડ્યો છે. જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો- વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે. તેમજ ગૃહ મંત્રીએ ભરતીના બીજી બેન્ચના ૪૬ પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી તેમને આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.
આ પણ વાંચો: દિવાળીમાં નવું જાહેરનામુ : રાજકોટમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ