ગ્રામસભામાં પૂરતું સંખ્યાબળ ન મળતા મુલત્વી રાખવી પડી છે : અધિકારી
પાલનપુર: ડીસા તાલુકાના વડાવલ ગામ માં તા. 16 જૂન’22 ના રોજ બપોરે 12-00 કલાકે ગ્રામ પંચાયતની કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભા સીડીપીઓ ના સુપરવાઈઝર પીનાબેન પરમાર ના અધ્યક્ષસ્થાને યોજાયેલી.જેમાં ગ્રામ સભામાં તલાટી સહિત પંચાયતની કમીટી હાજર રહી ગ્રામ સભાની શરૂઆત કરી હતી. પરંતુ ગામમાં મતદારોની સંખ્યા પ્રમાણે ગ્રામસભામાં લોકોની હાજરી ન હોવાનો મુદ્દો ઉછળતા ફરજ પરના કર્મચારી દ્વારા ગ્રામસભા મુલતવી રાખવાની ફરજ પડી છે. અને આગળની કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી.
ગામના મુદ્દાઓને લઇ ગ્રામસભા થઇ શકી નથી : પીનાબેન પરમાર
ગ્રામસભાની શરૂઆત થઇ હતી. અને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી હતી. પરંતુ કેટલાક મુદ્દાઓ અને ગામની જનસંખ્યા પ્રમાણે ગ્રામસભામાં પૂરતી સંખ્યા ન હોવાનો મુદ્દો આવતા ગ્રામસભા થઇ શકી નથી.
ગ્રામ પંચાયતમાં ગ્રામસભાની લોકોને પણ ખબર નથી : ગ્રામજનો
કેટલાક ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં ૨૫૦૦થી વધુ મતદારો ધરાવે છે, પરંતુ ગામ લોકોને પણ ગ્રામસભાથી અજાણ રાખવામાં આવતા હોવાથી માત્ર ગ્રામસભામાં 20 થી 25 ગણ્યા ગાંઠ્યા લોકો હાજર રહે છે.