એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની હાજરીમાં કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે પદવીદાન સમારોહ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો 57 મો પદવીદાન સમારંભ આવતીકાલે તા. 20ને શુક્રવારના રાજયના રાજયપાલ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્‍યક્ષસ્‍થાને, ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ખાસ ઉપસ્‍થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43062 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 147 ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે.

સમારંભનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના 57મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઈવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.

Saurashtra University Hum Dekhenge
Saurashtra University Hum Dekhenge

ક્યાં ડિપાર્ટમેન્ટમાંથી કેટલા વિદ્યાર્થીઓએ મેળવશે ડીગ્રી

આવતીકાલે યોજાનાર પદવીદાન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિનયન વિદ્યાશાખા 12159, શિક્ષણ વિદ્યાશાખા 4043, વિજ્ઞાન વિદ્યાશાખા 6733, ઈજનેરી વિદ્યાશાખા 02, કાયદા વિદ્યાશાખા 1879, તબીબી વિદ્યાશાખા 1754, વાણિજય વિદ્યાશાખા 13995, ગ્રામવિદ્યા વિદ્યાશાખા 172, ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા 212, હોમીયોપેથી વિદ્યાશાખા 79, બિઝનેસ મેનેજમેન્‍ટ વિદ્યાશાખા 1863, આર્કીટેકચર વિદ્યાશાખા 40, પરફોર્મિંગ આર્ટસ વિદ્યાશાખા 28, ફાર્મસી વિદ્યાશાખા 103 મળી કુલ ૪૩૦૬૨ ડીગ્રી એનાયત થશે.

ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને અન્ય યુનિ.ના કુલપતિ પ્રોત્સાહિત કરશે

કાલના પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના 126 વિદ્યાર્થીઓને કુલ 147 ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાશ્રીઓ તરફથી કુલ 66 ગોલ્‍ડમેડલ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 81 ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે. આ ગોલ્‍ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓને આ પદવીદાન સમારોહમાં વુડનના વિશિષ્‍ટ બોક્ષમાં પદવી એનાયત કરાશે.

ક્યાં વિદ્યાર્થીઓ કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા

આવતીકાલે યોજાનાર પદવીદાન સમારોહમાં એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જામનગરની વિદ્યાર્થીની આનંદ તાન્‍યા ઈન્‍દ્રપાલને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 10 ગોલ્‍ડમેડલ અને 15 પ્રાઇઝ, પી.ડી.યુ. સરકારી મેડીકલ કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની કાપડીયા ધીરતા અતુલભાઈને એમ.એસ. બ્રાન્‍ચ-1 જનરલ સર્જરીમાં 3 ગોલ્‍ડમેડલ, એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જામનગરના વિદ્યાર્થી વડાલીયા અક્ષત કેશુભાઈને એમ.એસ. બ્રાન્‍ચ-1 જનરલ સર્જરીમાં 3 ગોલ્‍ડમેડલ, ગાયત્રી ગુરૂકૃપા બી.એડ. કોલેજ , લાઠીના વિદ્યાર્થી લશ્‍કરી તુષાર રાજુભાઈને એલ.એલ.બી. સેમ-6 માં 3 ગોલ્‍ડમેડલ, દોશી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, વાંકાનેરની વિદ્યાર્થીની વોરા હેતલબેન ત્રિભોવનભાઈને બી.એ. ગુજરાતીમાં 3 ગોલ્‍ડમેડલ એનાયત થશે.

Back to top button