રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ સૌથી વધુ ચર્ચા જે મુદ્દા પર થઈ રહી હતી તે જંત્રીના મુદ્દા પર સરકારે મહત્વની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આજે મુખ્યમંત્રીએ બિલ્ડર્સ એસોસિએશન અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. જેના બાદ તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. તેમજ આ માટે તમામ જરૂરી મુદ્દાઓ પર વિચારણા પણ થઈ છે.
ગાંધીનગર : રાજ્ય સરકારે જંત્રીના નિયમ અંગે આપી પ્રથમ પ્રતિક્રિયા
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી છે@Rushikeshmla @Bhupendrapbjp @CMOGuj #Gujarat #gujaratJantri #GujaratiNews #HumDekhengeNews #Jantri pic.twitter.com/LZoV6sXbeO
— Hum Dekhenge News (@humdekhengenews) February 7, 2023
સરકારે શું કરી સ્પષ્ટતા
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરકારે નવી જંત્રીનો નિયમ લાગુ કર્યો છે. તેમાં 5 ફેબ્રુઆરી પહેલાની ખરીદી જુની જંત્રી પ્રમાણેની ગણાશે તેમાં આગામી સમયમાં જે પણ ફેરફાર હશે તેની જાહેરાત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી છે. જંત્રી બાબતે કોઈ નિર્ણય થશે તો જાણ કરવામાં આવશે. જ્યારે જમીનનું સંપાદન થાય તે તારીખની અસરથી જંત્રી લાગું પડે છે.
તેમજ સરકાર તરફથી નિવેદન આપતાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 4 તારીખ સુધીમાં જેમણે દસ્તાવેજ લઈ લીધા હોય અને દસ્તાવેજ એક્ઝિક્યુટ થઈ ગયા હોય તે બધાને જૂની જંત્રી લાગુ પડશે. પરંતુ 4 તારીખ પછી સ્ટેમ્પ પેપર ખરીદવામાં આવશે તો તેના પર નવી જંત્રી લાગુ પડશે.
આ સાથે જ સરકાર તરફથી એ પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, 4 ફેબ્રુઆરીના રાતના 12 વાગ્યા સુધી જે પણ ફાઇલોની ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હશે તેને જૂના જંત્રીદરના મુજબ જ પ્રિમીયમ વસુલવામાં આવશે. જેના પરિણામે જૂના અને નવા ઓર્ડરના પ્રિમિયમમાં રાહત મળી રહેશે.
બિલ્ડરની મુખ્યમંત્રી સાથે થઈ મુલાકાત
આ પણ વાંચો : જંત્રી એટલે શું અને કેવી રીતે તેના ભાવ નક્કી થાય છે ? જાણો સમગ્ર પ્રક્રિયા
આ વચ્ચે બિલ્ડર એસોસિએશનની માંગણી છે કે, રાતોરાત વધારવામાં આવેલી જંત્રીની સમય મર્યાદા સરકાર વધારવામાં આવે. તેમજ મે મહિનાના રોજ જંત્રીના ભાવ સરકાર અમલમાં મૂકે તે માંગણી કરાશે. નવી શરતની જમીન ખરીદી કરવા જઈ રહેલા ખેડૂતો ઉપર મોટા બોજા અંગે બેઠકમાં ચર્ચા થશે. ફ્લેટના બુકીંગ રદ્દ થવા અંગે પણ આગામી સમયમાં સમસ્યા ઉભી થવાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે, NA અને FSI માં પણ જંત્રીની જેમ જરૂરી સુધારા કરવા પણ બેઠકમાં ચર્ચા થશે.
જંત્રી એટલે શું અને કોણ નક્કી કરે છે ?
સરકારી જંત્રી એટલે, કોઈ પણ પ્રોપર્ટીનું ખરીદ કે વેચાણ માટે સરકાર દ્વારા જે લઘુતમ ભાવ નક્કી કરવામાં આવે છે, જેના દ્વારા તમારા વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો તેને સરકારી ચોપડે તેની મિલકતના માલિકની નોંધણી કરવામાં આવે છે. જેને કાયદાકીય રીતે પુરવા તરીકે માન્ય ગણવામાં આવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. ગુજરાતમાં જેને જંત્રી કહેવામાં આવે છે તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
જ્યારે આ નક્કી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.