આ રાજ્યમાં જમીન વગરના ખેડૂતોને સરકાર આપશે વાર્ષિક રૂ.10 હજાર, ચૂંટણીનો વાયદો પૂર્ણ કર્યો
રાયપુર, 19 જાન્યુઆરી : છત્તીસગઢમાં ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે. દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ, રાજ્યના દરેક જમીનવિહોણા ખેડૂતને વાર્ષિક રૂ.10,000 મળશે. સીએમઓ છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું હતું કે ‘દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના’ હેઠળ, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈની જાહેરાત મુજબ, ભૂમિહીન ખેતમજૂરોને દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સીએમ વિષ્ણુ દેવ સાઈએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
સત્તામાં આવતા પૂર્વે આપેલ વચન પૂર્ણ કર્યું
છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે શકિત જિલ્લા મથક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સીએમ વિષ્ણુ દેવ સાઈએ કહ્યું કે હવે રાજ્યના ગ્રામીણ ભૂમિહીન કામદારોને વાર્ષિક 10,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી રાજ્યના પાંચ લાખ 62 હજાર કામદારોને ફાયદો થશે. સીએમએ કહ્યું કે જ્યારથી તેમની સરકાર બની છે ત્યારથી તેઓ મોદીની દરેક ગેરંટી પૂરી કરી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં પણ વચનો આપ્યા હતા
2023ની વિધાનસભા ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવશે અને હવે સરકાર આ વચનને પૂર્ણ કરી રહી છે. સીએમ સાઈએ કહ્યું કે ડાંગરની ખરીદી પૂર્ણ થયા બાદ દરેક ક્વિન્ટલ માટે વધારાના 800 રૂપિયા તમામ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે.
આ પણ વાંચો :- સુનિલ ગાવસ્કરની ભવિષ્યવાણી, ભારત નહીં પણ આ ટીમ જીતશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025