જંત્રી વધતા સરકાર સ્ટેમ્પ ડયૂટીમાં આંશિક રાહત આપે તેવી શક્યતા છે. જેમાં વિધાનસભાના બજેટ સત્રમાં જાહેરાતની તૈયારી શરૂ કરવામાં આવી છે. તેમજ એફોર્ડેબલ હાઉસિંગમાં 4.9 ટકા સ્ટેમ્પ ડયૂટી ઘટાડવાની માગણી પર વિચારણા કરવામાં આવશે. તથા 15મી એપ્રિલ 2023થી વર્તમાન જંત્રીમાં 100 ગણા વધારાનો અમલ નક્કી છે.
આ પણ વાંચો: ગુજરાત: ગરમીએ ફેબ્રુઆરીમાં 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગે કરી આગાહી
મિલકત ખરીદનારા પક્ષકારો ઉપર સ્ટેમ્પ ડયૂટીનું ભારણ પણ બમણું
15મી એપ્રિલ 2023થી વર્તમાન જંત્રીમાં 100 ગણા વધારાનો અમલ નક્કી છે. જેના કારણે સ્થાવર મિલકત ખરીદનારા પક્ષકારો ઉપર સ્ટેમ્પ ડયૂટીનું ભારણ પણ બમણું થશે. આ સ્થિતિમાં રાહત આપવા ગુજરાત સરકારના નાણાં વિભાગે હાલમાં દસ્તાવેજને તબક્કે વસૂલાતી 4.9 ટકા લેખે સ્ટેમ્પ ડયૂટીમાં આંશિક રાહત આપવા વિચારણા શરૂ કરી છે. સંભવતઃ આગામી બજેટ સત્રમાં તેની સત્તાવાર જાહેરા થશે એમ મનાય છે.
આ પણ વાંચો: અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વેની તૈયારી પૂરજોશમાં, જાણો ક્યારે થશે કાર્યરત
ખરીદકર્તા પાસેથી એક ટકા લેખે સ્ટેમ્પ ડયૂટી વસૂલવા માંગણી
વર્ષના આરંભે જાન્યુઆરીમાં મહેસૂલ વિભાગે 12 વર્ષ જૂની જંત્રીને બદલે નવેસરથી સરવે કરીને નવી જંત્રી તૈયાર કરવાનો ઈરાદો જાહેર કર્યા બાદ અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષપદે રિયલ એસ્ટેટ સેક્ટરના સ્ટેક હોલ્ડર સાથે બેઠક યોજી હતી. જેમાં બિલ્ડર્સ- ડેવલપર્સે જંત્રીના દરો વધવાની સ્થિતિમાં એફોર્ડેબલ હાઉસિંગમાં પ્રથમ ગ્રાહક અર્થાત બિલ્ડર- ડેવલપર્સ પાસેથી સીધી મિલકત ખરીદકર્તા પાસેથી એક ટકા લેખે સ્ટેમ્પ ડયૂટી વસૂલવા માંગણી કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતી ભાષાના ફરજિયાત શિક્ષણ મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર
હાલમાં મિલકત નોંધણીને તબક્કે 4.5 ટકા સ્ટેમ્પ ડયૂટી અને એક ટકા નોંધણી ફી
આ રજૂઆત સંદર્ભે મહેસૂલ વિભાગે નાણા વિભાગના પરામર્શમાં વિચારણા શરૂ કરી છે. હાલમાં મિલકત નોંધણીને તબક્કે 4.5 ટકા સ્ટેમ્પ ડયૂટી અને એક ટકા નોંધણી ફી વસૂલાય છે. જેમાં બે ટકા સુધી ફેરફાર થઈ શકે છે. જેના માટે બજેટ સત્રમાં નાણાકીય વિધેયક લાવીને ગૃહમાં પસાર કરાવવુ પડે તેમ હોવાથી તમામ પાસાનો અભ્યાસ કરીને નિર્ણય કરાશે.