ગુજરાતમાં બોટિંગ, એડવેન્ચર તથા સ્પોર્ટ્સ મુદ્દે સરકાર નવી નીતિ ઘડશે
- હાલ 27 જળાશયોમાં બોટીંગ બંધ કરાવાયું છે
- વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મુદ્દે સરકારે HCમાં જાહેરાત
- સરકાર દ્વારા 13 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે
ગુજરાતમાં બોટિંગ, એડવેન્ચર તથા સ્પોર્ટ્સ મુદ્દે સરકાર નવી નીતિ ઘડશે. જેમાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મુદ્દે સરકારે HCમાં જાહેરાત કરી છે. દરિયાકિનારાની પ્રવૃત્તિ, રોપ-વે સહિતનાને નવા કાયદાકીય માળખામાં સમાવાશે થશે. તેમજ એડવેન્ચર સ્પોટ્સ સહિતની પ્રવૃત્તિઓને લઇ નવી નીતિ અમલી બનાવવામાં આવશે.
આ પણ વાંચો: શાળામાં શિક્ષકોએ ચાલુ ક્લાસે આ એક કામ કર્યું તો નોંધાશે ફોજદારી ગુનો
હાલ 27 જળાશયોમાં બોટીંગ બંધ કરાવાયું છે
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના કરૂણ મોતની દુર્ઘટના મામલે હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પિટિશનની સુનાવણીમાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરતાં જણાવાયું કે, ગુજરાત રાજયમાં બોટિંગ, એડવેન્ચર સ્પોટ્સ સહિતની પ્રવૃત્તિઓને લઇ નવી નીતિ અમલી બનાવવામાં આવશે. વધુમાં, રાજયમાં પર્યટન પ્રવૃત્તિમાં વધારો નોંધાયો હોવાથી લોકોની સુરક્ષા અને સલામતી માટે સરકાર દ્વારા 13 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે, જે ઇન્ડ લેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગ ફ્રેમ વર્ક, સર્ટિફ્કિેશન અને એન્ફેર્સમેન્ટ અંગેની નીતિ તૈયાર કરશે. શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગ અર્તગત બનાવાયેલી આ કમિટી આગામી ત્રણ મહિનામાં આ અંગેના નવા નિયમો પણ બનાવશે. બીજીબાજુ, રાજયમાં તમામ જળાશયોમાં ફરી ઇન્સ્પેકશન કરાઇ રહ્યું છે, હાલ 27 જળાશયોમાં બોટીંગ બંધ કરાવાયું છે.
આ પણ વાંચો: જસદણના બાખલવડ ગામ નજીક ભયાનક અકસ્માત, કાર અને બાઈકની ટક્કરમાં મામા અને બે ભાણેજના મૃત્યુ
કેસની વધુ સુનાવણી એપ્રિલ માસમાં રાખી હતી
દરમિયાન હાઇકોર્ટે સરકાર પક્ષને ટકોર કરી હતી કે, જે પણ નીતિ-નિયમો બનાવાય તે જનરલ નહી પરંતુ ચોક્કસ હેતુસર અને પરિણામલક્ષી બનાવેલા હોવા જોઇએ તેનું ધ્યાન રાખજો કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઇ દુર્ઘટના ના સર્જાય. સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે સરકારપક્ષને ઉત્તરાખંડ રાજયના કાયદા-રૂલ્સ સહિતના અન્ય પાસાઓ ધ્યાનમાં લઇ તે મુજબ નીતિ-નિયમો બનાવવા નિર્દેશ-સૂચન કર્યા હતા અને કેસની વધુ સુનાવણી એપ્રિલ માસમાં રાખી હતી.