ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદાને સારો પ્રતિસાદ ના મળતા લેવાશે આ નિર્ણય

ઈમ્પેક્ટ ફીની મુદત ચાર મહિના લંબાવવા સરકાર આજે વિધાનસભામાં બિલ લાવશે. તથા ગેરકાયદે મિલકતોને કાયદેસરતા બક્ષવા છેલ્લી તક મળશે. જેમાં લોકોના નબળા પ્રતિસાદને કારણે મુદત લંબાવતો સુધારો થશે. તથા ગેરકાયદે મિલકતોને રેગ્યુલરાઈઝ કરવા ત્રીજી વખત આ કાયદો લવાયો છે.

આ પણ વાંચો: અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર

ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદાને જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નથી

ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા બક્ષવા માટે ‘ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત (સુધારા) વિધેયક, 2023’ એટલે કે ઈમ્પેક્ટ ફીની મુદ્દત ચાર મહિના માટે વધારવા સરકાર 27મી ફેબ્રુઆરીના સોમવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ કરશે, શહેરી વિકાસ વિભાગ દ્વારા લવાનારા આ બિલ પર ચર્ચા બાદ તેને વિધાનસભા ગૃહમાં પસાર કરાશે. ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદાને જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નથી, જેના કારણે ચાર મહિનાની મુદ્ત લંબાવતો સુધારો કરાશે.

આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ મામલે ચોંકાવનારો ખુલાસો થયો

નગરપાલિકાઓમાં ગેરકાયદે બાંધકામોને લોકો નિયમિત કરાવી શકે

ગુજરાતના શહેરી વિકાસ સત્તા મંડળો અને નગરપાલિકાઓમાં ગેરકાયદે બાંધકામોને લોકો નિયમિત કરાવી શકે તે માટે ગત વર્ષે અમલી બનાવાયેલા કાયદાની મુદ્દત ગત 17મી ફેબ્રુઆરીએ પૂરી થઈ હતી, જોકે ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદા અંતર્ગત બાંધકામને કાયદેસર કરાવવામાં લોકોએ રસ બતાવ્યો નથી, જેના કારણે હવે ચાર મહિનાની મુદ્ત લંબાવવામાં આવશે, સોમવારે વિધાનસભા ગૃહમાં આ વિધેયકને રજૂ કરાશે અને ચર્ચા બાદ પસાર કરાશે. એકલા અમદાવાદ શહેરમાં જ માંડ 13 હજાર જેટલી અરજીઓ મળી હતી, અલબત્ત, કાયદામાં સુધારાના કારણે વધુ અરજીઓ મળે અને ઈમ્પેક્ટ ફીમાં મોટા પાયે આવક થાય તેવો સરકારને આશાવાદ છે.

આ પણ વાંચો:  અમદાવાદમાં રખડતા પશુઓ ત્રાસ, એક વર્ષમાં 59 હજારથી વધુ લોકોને કરડયાં

ગેરકાયદે મિલકતોને રેગ્યુલરાઈઝ કરવા ત્રીજી વખત આ કાયદો લવાયો

આ બિલમાં સુધારો કરવાનું કારણ એ બતાવાયું છે કે, કાયદો અમલી બન્યો ત્યારે ગુજરાતમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અમલી હતી, જેને લીધે નિયમ મુદ્દત દરમિયાન અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે જૂજ અરજીઓ મળી હતી, આમ જે મુદ્ત અપાઈ હતી તે અપૂરતી હતી એટલે ઈમ્પેક્ટ ફી માટે ચાર મહિનાની મુદ્ત લંબાવવી જરૂરી જણાઈ છે. આમ ગેરકાયદે બાંધકામો ધરાવતા નાગરિકો વધુને વધુ તેનો લાભ લઈ શકે તેના માટે છેલ્લી તક આપવા સરકારે નિર્ણય કર્યો છે. મહત્ત્વનું છે કે, ગેરકાયદે મિલકતોને રેગ્યુલરાઈઝ કરવા ત્રીજી વખત આ કાયદો લવાયો છે.

Back to top button