ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ડુંગળીના ભાવ નિયંત્રણમાં રાખવા સરકારે લીધા આ પગલાં

અગાઉ જેમ ટામેટાના ભાવ આસમાને ગયા હતા એ જ રીતે હવે ડુંગળીના ભાવ તેજીથી વધી રહ્યા છે. અત્યારે કેટલાક વિસ્તારોમાં ડુંગળી 90 રુપિયે કિલો થઈ છે. ત્યારે હવે ડુંગળીના ભાવ 100 રુપિયે કિલો પહોંચે તે પહેલાં સરકારે બફર માટે વધારાના 2 લાખ ટન ડુંગળીની ખરીદીની પણ જાહેરાત કરી છે, જેના કારણે ટુંક સમયમાં ટુંગળીના ભાવમાં ઘટાડો થશે.

હાલ ડુંગળીના ભાવ 90 રુપિયે કિલો

બટેટા અને ટામેટાની જેમ ડુંગળી પણ એક એવી વસ્તુ છે જેનો દરરોજ રસોડામાં ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં તેની કિંમત પર અસર રસોડાના બજેટમાં ગરબડ સાબિત થઈ શકે છે. હાલમાં ડુંગળીના ભાવ આસમાને છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તેની કિંમત 90 રૂપિયાને વટાવી ગઈ છે, તેથી વેપારીઓનું માનવું છે કે તે ટૂંક સમયમાં 100 રૂપિયા પ્રતિ કિલોના આંકને પાર કરી શકે છે. જ્યારે અહેવાલો અનુસાર, દેશના અન્ય ઘણા બજારોમાં તે 100 રૂપિયાની કિંમતે વેચાઈ રહી છે. તેને જોતા સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

સરકારનો મહત્વનો નિર્ણય

ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગત શનિવારે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ડુંગળીની નિકાસ પર 800 ડોલર પ્રતિ મેટ્રિક ટન, એફઓબી ધોરણે લઘુત્તમ નિકાસ કિંમત (એમઇપી) જાહેર કરી છે, જે 29 ઓક્ટોબર, 2023 થી 31 ડિસેમ્બર, 2023 સુધી લાગુ થશે. ડુંગળીની નિકાસના જથ્થાને અંકુશમાં રાખીને સંગ્રહિત રવી ૨૦૨૩ ડુંગળીનો જથ્થો ઘટી રહ્યો હોવાથી સ્થાનિક ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. 800 ડોલર પ્રતિ એમટીની એમઇપી આશરે રૂ.67 પ્રતિ કિલોમાં અનુવાદિત થાય છે.

ડુંગળીના વધતા ભાવ સામે સરકાર 2 લાખ ટન ડુંગળીની ખરીદી કરશે

ડુંગળીની નિકાસ પર એમઈપી લાદવાના નિર્ણયની સાથે સરકારે બફર માટે વધારાના 2 લાખ ટન ડુંગળીની ખરીદીની પણ જાહેરાત કરી છે, જે અગાઉથી જ ખરીદવામાં આવેલા 5 લાખ ટનથી વધુ છે. સમગ્ર દેશના મુખ્ય વપરાશ કેન્દ્રોમાં ઓગસ્ટના બીજા અઠવાડિયાથી બફરમાંથી ડુંગળીનો સતત નિકાલ કરવામાં આવે છે અને એનસીસીએફ અને નાફેડ દ્વારા સંચાલિત મોબાઇલ વાન દ્વારા છૂટક ગ્રાહકોને રૂ.25/કિલોના ભાવે સપ્લાય પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આશરે ૧.૭૦ લાખ મેટ્રિક ટન ડુંગળીનો બફરમાંથી નિકાલ કરવામાં આવ્યો છે. ડુંગળીના ખેડુતોને મહેનતાણાના ભાવોની ખાતરી કરતી વખતે ગ્રાહકોના ભાવોને મધ્યમ બનાવવા માટે બફરમાંથી ડુંગળીની સતત ખરીદી અને નિકાલ હાથ ધરવામાં આવે છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ મહત્વના નિર્ણયના કારણે ડુંગળીના ભાવમાં ટુંક સમયમાં ઘટાડો જોવા મળશે.

આ પણ વાંચો: ગુજરાત: આ વિસ્તારમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી ઘી વેંચતી 60થી વધુ ફેક્ટરીઓ હોવાની શક્યતા

Back to top button