તમારા એક વોટ પાછળ સરકાર કરે છે આટલા રુપિયાનો ખર્ચ !


ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને ગુજરાતની જનતા વ્યાપારિક હોવાથી દરેક ગુજરાતીના મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે આ ચૂંટણી પાછળ ખર્ચ કેટલો થતો હશે અને તે માટેનું ફંડ ક્યાંથી મળતું હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં કેટલો ખર્ચ થતો હોય છે અને તમારા એક મતની કિંમત કેટલી હોય છે.
આ પણ વાંચો : એક મતથી કોઈની સત્તા ગઈ તો કોઈએ દુનિયા પર રાજ કર્યું, જાણો શું છે એક મતની તાકાત
આ રીતે મળે છે ચૂંટણી માટેનો ફંડ
સામાન્ય રીતે ચૂંટણી માટેનાં ફંડની વાત કરવામાં આવે તો ચૂંટણીમાં થતા ખર્ચા માટે ચૂંટણીપંચ લોકસભા ચૂંટણી માટે કેન્દ્ર સરકારને અને વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સરકારને ફંડ ફાળવવા વિનંતી કરે છે. સરકાર ચૂંટણી માટેનું ફંડ ફાળવે છે અને તેમાંથી EVM,બેલેટ અને ચૂંટણી સ્ટાફ સહિત ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કરવામાં આવે છે.

એક વોટની કિંમત 80 થી 90 રુપિયા
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે 2022-23નાં બજેટમાંથી રુ.387 કરોડનાં ફંડની ફાળવણી કરી છે. પરંતુ હંમેશા ફાળવણી કરેલ ફંડ કરતા ખર્ચ વધી જતો હોય છે. તેથી આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં અંદાજિત રુ.450 કરોડનો ખર્ચ થઈ શકે છે. રાજ્યમાં કુલ 4,90,89,765 જેટલા કુલ મતદારો છે. આમ, આ અંદાજીત ખર્ચને પ્રતિ વ્યક્તિ પર ગણવામાં આવે તો રુ.450 ના ખર્ચ મુજબ ગણવામાં આવે તો પ્રતિ વોટ 91.66 રુપિયા અને ચૂટણી પંચ દ્વારા માંગવામાં આવેલ 387 કરોડનાં ફંડ મુજબ પ્રતિ વોટ 77 રુપિયા જેટલો ખર્ચ થઈ શકે છે. એટલે કે તમારા એક મતની કિંમત 80 થી 90 રુપિયા જેટલી હોય છે.