કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોરબી બ્રિજ તૂટવા મામલે હાઈકોર્ટે સરકારની કરી ઝાટકણી, ક્યારે લેવાશે પગલાં ?

Text To Speech

ચૂંટણી વચ્ચે એક તરફ મોરબી દુર્ઘટના કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે. જેમાં સરકાર સામે કેટલાંક સવાલો કરવામાં આવ્યા છે. એગ્રીમેન્ટ સહિતને કેટલાક મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કેટલા સવાલો કર્યાં છે. મોરબીનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબરના તૂટી પડ્યો હતો અને ત્યારે ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકોમાંથી 135 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

 મોરબી દૂર્ઘટનાને લઈ સરકાર પર સવાલ

આ મામલે હાઈકોર્ટે આકરા પાણી થતાં કહ્યું કે, મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરવામાં આવી ? તેમજ પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર સ્પષ્ટ જવાબ આપે. તેમજ કોર્ટે ગુજરાત સરકારને પણ આ મુદ્દે તમામ જવાબો સ્પષ્ટ કરવા માટે જણાવ્યું છે.

કોર્ટનું કડક વલણ

બ્રિજ તૂટવાની ઘટનાથી સમગ્ર દેશ સહિત દુનિયાભરના લોકોએ શોક સંદેશ આપ્યો હતો. જે મામલે હવે કોર્ટે પણ કડક વલણ અપનાવતા કહ્યું કે, કોઈ પણ જવાબદારી નક્કી ન થાય એવું એગ્રીમેન્ટ તૈયાર શા માટે કરવામાં આવ્યું ? ઉપરાંત કોર્ટે કહ્યુ હતુ કે, અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવમાં તેનો પણ સરકાર જવાબ આપે.

હાઇકોર્ટમાં સુનાવણી સમયે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, શા માટે કોઈપણ જાતના MOU વગર પણ અજંતા ગ્રુપને બે વર્ષ માટે પુલનું સંચાલન કરવા આપવામાં આવ્યું ? જે સમયે પુલ તૂટી પડ્યો એ દિવસે 3,000 થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું.

Back to top button