ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યમાં વાહન વ્યવહાર વધુ સરળ બનાવવા સરકારે લીધો અગત્યનો નિર્ણયઃ જાણો પૂરી વિગત

Text To Speech
  • ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે

ગાંધીનગર, 17 નવેમ્બર, 2024: રાજ્યમાં વાહન વ્યવહારને વધુ સરળ અને સલામત બનાવવા માટે ગુજરાત સરકારે અગત્યનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વધુ ટ્રાફિક ધરાવતા માર્ગોની ઓળખ કરી છે અને તેનું મજબૂતીકરણ તથા સાથે પહોળાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવા માટે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા કરવા દિશા નિર્દેશો આપ્યા છે. આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા ₹1646.44 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

એટલું જ નહિ, 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા રૂ. 768.72 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાનાં કામો માટે સમગ્રતયા રૂ. 2995.32 કરોડ મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યાં, કહ્યું – ‘સારું થયું સાચું સામે આવ્યું’

Back to top button