ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત: નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે

Text To Speech

ગુજરાતમાં નવરાત્રીને લઈને સરકારે મોંટો નિર્ણય લીધો છે. જેમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે નવરાત્રીના નવ દિવસ દરમ્યાન લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી રાત્રે 10 વાગેના બદલે 12 વાગ્યા સુધી કરવામાં આવી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપી

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે ” જેમાં ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવો મા દુર્ગાનો મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12.00 વાગે સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.”

આ પણ વાંચો: નવરાત્રીમાં વરસાદને લઈને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર

વરસાદને લઇ હવામાન વિભાગે કરી  આગાહી 
આ દરમ્યાન નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે.જ્યારે સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને અમરેલી આસપાસ છૂટોછવાયો વરસાદ રહેશે.અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ પડશે.તો આ તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદની શકયતા નહીવત છે. કચ્છમાં સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઇ લીધી છે.

દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. થંડર સ્ટ્રોમ એક્ટિવિટીને લઇને 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થશે તથા 25 અને 26 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલી અને ભાવનગર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળશે..નોંધનીય છે કે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. તથા નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Back to top button