આધાર કાર્ડ પર સરકારે લીધો મોટો નિર્ણય, 14 માર્ચ સુધી કરી શકાશે આ કામ
- આધારમાં ફેરફાર કરવા માટેની મફત સુવિધા ફરી એકવાર લંબાવવામાં આવી છે.
- આધાર ઓનલાઈન અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે કોઈ ચાર્જ લાગશે નહીં.
- 14મી માર્ચ સુધી આ સુવિધાનો લાભ લઈ શકાશે. UIDAIએ પોતે આ માહિતી આપી છે.
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: આધાર કાર્ડને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે જે લોકો આધાર કાર્ડમાં ફ્રીમાં ફેરફાર કરવા માગે છે તેઓ 14 માર્ચ સુધી કરી શકશે. UIDAI એ માય આધાર પોર્ટલ દ્વારા આધાર વિગતોના મફત અપડેટ માટે ફરીથી સમયમર્યાદા લંબાવી છે. UIDAI એ 11 ડિસેમ્બર, 2023 ના રોજ ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે.
OM અનુસાર, સામાન્ય લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જેના આધારે આ સુવિધાને વધુ 3 મહિના એટલે કે 15 ડિસેમ્બરથી આવતા વર્ષે 14 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી, myAadhaar પોર્ટલ https://myadhaar.uidai.gov.in/ દ્વારા દસ્તાવેજ અપડેટની સુવિધા 14 માર્ચ સુધી મફત રહેશે. નોંધનીય બાબત એ છે કે, આ ફ્રી સુવિધા માત્ર ઓનલાઈન અપડેટ માટે જ ઉપલબ્ધ છે. જો તમે દસ્તાવેજો અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્રો પર પોતે જાઓ છો, તો તમારે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
આધાર ડેટા કેમ અપડેટ રાખવો જોઈએ?
UIDAI એ લોકોને તેમના આધાર અપડેટ કરવાની સલાહ આપી રહી છે જેમણે છેલ્લા 10 વર્ષમાં આવું કર્યું નથી. આધાર સંબંધિત છેતરપિંડી રોકવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. UIDAIએ તેની વેબસાઈટ પર કહ્યું કે,
વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારું આધાર અપડેટ કરો. જે માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાય છે તેમાં નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, ફોન નંબર અને ઈમેલ આઈડીનો સમાવેશ થાય છે. ફોટો, આઇરિસ અથવા અન્ય બાયોમેટ્રિક માહિતી પણ અપડેટ કરવા માટે તમારે આધાર કેન્દ્રમાં જવું પડશે.
આધાર અપડેટ માટે myAadhaar વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો?
- સૌથી પહેલા https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
- તમારા આધાર નંબર અથવા નોંધણી ID નો ઉપયોગ કરીને લોગિન કરો અને પછી ‘અપડેટ નામ/લિંગ/DOB અને સરનામું’ બટન પસંદ કરો અને ક્લિક કરો.
- હવે ‘અપડેટ આધાર ઓનલાઈન’ બટન પર ક્લિક કરો.
વિકલ્પ સૂચિમાંથી ‘સરનામું’ અથવા નામ અથવા જાતિ પસંદ કરો અને પછી ‘આધાર અપડેટ કરવા આગળ વધો’ પર ક્લિક કરો. - એડ્રેસ અપડેટના કિસ્સામાં, વ્યક્તિએ એડ્રેસ પ્રૂફ જેવા અપડેટેડ પુરાવાની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.
- તેમાં કોઈ ચુકવણી સામેલ નથી, પરંતુ 14 માર્ચ 2024 પછી આ અપડેટ માટે 25 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન લેવામાં આવશે.
- આ પછી એક નવું વેબપેજ ખુલશે અને તેના પર ‘સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN)’ હશે. ભવિષ્યના સંદર્ભ માટે તેને તમારી પાસે રાખો.
આ પણ વાંચો, અમદાવાદના આ સ્થળો પર ઈલેક્ટ્રિક વ્હિકલના ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે