ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવા સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી !

Text To Speech

બજરંગ દાળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી શહેર કરવા માટે અનેક વાર માંગ કરવામાં આવી છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટી આજે પણ પોતાની પ્રેસ નોટ કે અન્ય જગ્યાએ જ્યાં પણ શહેરના નામનો ઉલ્લેખ થાય છે ત્યાં અમદાવાદ શહેરની જગ્યાએ કર્ણાવતીનો ઉપયોગ કરવામાં આવે છે. વિધાનસભા સત્ર - Humdekhengenewsઆજરોજ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં, ગુજરાત ભાજપ સરકારે અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી રાખવા માટે ભારત સરકારને કોઈ પ્રસ્તાવ મોકલ્યો નથી, ઉલ્લેખનીય છે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની જ સરકાર છે અને અમદાવાદ શહેરનું નામ બદલવાની માંગ પણ  જમણેરી સંગઠનો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. હમણાં ફેબ્રુઆરી માસમાં જમણેરી સંગઠન બજરંગ દળે અમદાવાદ શહેરનું નામ બદલવાની તેની માંગને પુનઃજીવિત કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) પણ નવી દિલ્હીમાં શહેરનું નામ કર્ણાવતી રાખવાનો ઠરાવ પસાર કર્યો હતો. 600 કરતાં વધુ વર્ષ પહેલાં સુલતાન અહેમદ શાહ દ્વારા સ્થાપના કરાયેલ, અમદાવાદ શહેરને જુલાઈ 2017 માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યું હતું.

Back to top button