

ગુજરાત સરકાર દ્વારા પાન મસાલાને લઈને એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુટકા અને તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે. આ તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૨થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.

ગુટકામાં તમાકુ કે નિકોટીનનું પ્રમાણ હોવાથી લોકોના આરોગ્યને ખૂબ જ નુકશાન થાય છે. જેના પગલે નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. જેના પગલે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : ડાંગ : ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપમાં ભડકો, એકસાથે 13 નેતાઓએ રાજીનામા આપતા ખળભળાટ