અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ખુશ ખબર: રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનો દિવાળી પહેલા પગાર જાહેર

Text To Speech

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલા જ મોટી ખુશ ખબર. રાજ્ય સરકારે દિવાળી પહેલા જ સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવાર સરકારી કર્મચારીઓ વધુ આનંદ સાથે માણી શકે આથી સરકારે કર્મચારીઓના પગાર વહેલા આપવાની જાહેરાત કરી છે

કઈ તારીખે પગાર જાહેર

મળતી માહિતી મુજબ આંદોલન બાદ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં મહત્વના અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા જે સાથે કર્મચારીઓનો ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે દર મહિનાની તા. 1 ,2 ના થતો પગાર આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ આ લાભ મળશે. ત્યારે આ મુદ્દે સરકાર દ્વારા તે પણ જણાવામાં આવ્યું હતુ કે પગાર સિવાયના એલાઉન્સ પણ કર્મચારીને એડવાન્સમાં આપવામાં આવશે.

ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે લેવાયો નિર્ણય 

ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓને પગારના જે માસ પગાર ભથ્થા ચૂકવવાપાત્ર હોય તે પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરીંગવ પ્રથા અનુસાર પગાર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદ દિવાળીનો તહેવાર આવતા કર્મચારીઓ અને પેન્શનરો આંનદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચૂંટણીની સમીક્ષા કરવા ECના અધિકારીઓ ગુજરાત આવશે, દિવાળી બાદ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા

Back to top button