લોટના ભાવમાં ફરી એકવાર ઉછાળો, શું દેશમાં ઘઉંનો સ્ટોક ઓછો થઈ ગયો છે?


દેશમાં ઘઉંની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે સરકારે મે મહિનામાં તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સરકાર ઘઉંના વધતા ભાવને રોકવા માટે સંગ્રહખોરો સામે કાર્યવાહી કરી શકે છે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે ભારતમાં ઘઉંનો પૂરતો સ્ટોક છે,પરંતુ છૂટક ભાવમાં ઉછાળો સટ્ટાકીય કારોબારને કારણે છે. તેમણે સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ‘રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની’ 82મી વાર્ષિક સામાન્ય સભામાં તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં ઘઉંની કોઈ સમસ્યા નથી. પણ વચેંટીયાઓના સટ્ટાકીય કારોબારના કારણે લોટના ભાવમાં વધારો નોંધાય રહ્યો છે.

આ પણ વાંચો: ‘સ્પોર્ટસ કાર્નિવલમાં’ જોવા મળ્યા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો
ઘઉં અને લોટના ભાવમાં કેટલો વધારો થયો?
ગયા વર્ષે ઘઉંનો ભાવ રૂ. 26.01 પ્રતિ કિલો હતો, જે રૂ. 5 વધીને રૂ. 31.02 થયો છે. આ સમયગાળા દરમિયાન ઘઉંના લોટના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. લોટનો દર 18 ટકા વધીને રૂ. 36 પ્રતિ કિલો થયો છે. જે એક વર્ષ પહેલા ઘઉંના લોટની કિંમત 29 રૂપિયાની આસપાસ હતી તે વધીને આ વખતે 36ને આસપાસ થઈ છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ગોડાઉનમાં 24 મિલિયન ટન ઘઉં ઉપલબ્ધ છે. આથી ઘઉંનો સ્ટોક ક્યાક ખુટી પડ્યો નથી પણ સટ્ટાકીય કારોબારને કારણે છૂટક ભાવમાં ઉછાળો આવ્યો છે.