ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 65 બોર્ડ-કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓને સરકારે આપી મોટી ભેટ

Text To Speech

રાજ્ય સરકારના વિવિધ ઠરાવોથી કેન્દ્રીય સાતમાં પગારપંચના લાભો રાજ્યના કર્મચારીઓ તથા પંચાયત હસ્તકના કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ ચાર ભથ્થા ઘરભાડા ભથ્થા(HRA), સ્થાનિક વળતર ભથ્થા(CLA), પરિવહન ભથ્થા(TA), તબીબી ભથ્થા(MA) નો લાભ આપવામાં આવેલ હતા. જે અનુસાર રાજ્ય સરકાર હસ્તકના જુદા-જુદા બોર્ડ/કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને પણ તેનો લાભ મળે તે માટેનો નિર્ણય સરકારે કર્યો છે.

અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે આ બાબત અંગે તેઓ તરફથી મળેલ વિવિધ રજૂઆતો સરકારના વિચારણામાં હતી. ત્યારે અધિકારી-કર્મચારીઓની રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ દર્શાવી રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને રાજ્ય સરકારના કર્મચારીઓની માફક રાજ્ય સરકાર હસ્તકના જુદા-જુદા બોર્ડ/કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને પણ આ ભથ્થાઓ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ક્યારથી અમલમાં આવશે ?

રાજ્ય સરકારના આ નિર્ણયને નાણા વિભાગ દ્વારા તા.19-10-2023ના ઠરાવથી તેઓને તા.1-10-2023 થી મળવાપાત્ર રહે તે રીતે અમલમાં મૂકવામાં આવેલ છે. આ ઠરાવથી રાજ્યના 65 જેટલા બોર્ડ નિગમોના કર્મચારીઓને આ ભથ્થાનો લાભ મળશે, તેમ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button