

બિઝનેસ ડેસ્કઃ શેરબજારમાં રોકાણ કરનાર દરેક વ્યક્તિની નજર બિગ બુલ રાકેશ ઝૂનઝૂનવાલાના પોર્ટફોલિયો પર હોય છે. આજે એટલે કે 14 ઓગસ્ટના રોજ ઝૂનઝૂનવાલાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે ઝૂનઝૂનવાલાએ છેલ્લી ઘડીએ પોતાનો પોર્ટફોલિયો જાળવી રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ તમામ આંકડા જૂન ક્વાર્ટરના છે.
- જૂન ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝૂનઝૂનવાલાની સરકારી એલ્યુમિનિયમ કંપની નાલ્કોમાં હિસ્સો ઘટીને એક ટકાથી નીચે આવી ગયો હતો. 31 માર્ચ, 2022ના રોજ ઝૂનઝૂનવાલાએ કંપનીમાં 2,50,00,000 ઇક્વિટી શેર અથવા 1.36 ટકા હિસ્સો ધરાવતા હતા.
- રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમની પત્ની રેખા ઝૂનઝૂનવાલાએ જૂન ક્વાર્ટર દરમિયાન ડેલ્ટા કોર્પમાં તેમનો હિસ્સો વેચ્યો હતો. 31 માર્ચ, 2022 સુધીમાં બંનેએ મળીને કંપનીમાં 2 કરોડ ઇક્વિટી શેર અથવા 7.48 ટકા હિસ્સો રાખ્યો હતો, જે હવે નીચો છે.
- રાકેશ ઝૂનઝૂનવાલાએ જૂન ક્વાર્ટર દરમિયાન ટાટા મોટર્સના 30,00,000 ઇક્વિટી શેર વેચ્યા હતા. કંપનીમાં તેમનો હિસ્સો જૂન ક્વાર્ટર દરમિયાન ઘટીને 36,250,000 ઇક્વિટી શેર અથવા 1.09 ટકા થયો હતો જે અગાઉના ક્વાર્ટરમાં 39,250,000 ઇક્વિટી શેર્સ અથવા 1.18 ટકા હતો.
- જૂન ક્વાર્ટર સુધી બિગ બુલ ટ્રેક્ટર બનાવતી કંપનીમાં 1.39 ટકા હિસ્સો અથવા 1,830,388 ઇક્વિટી શેર ધરાવે છે. અગાઉ તેમની પાસે કંપનીમાં 75 લાખ શેર અથવા 5.68 ટકા હિસ્સો હતો.
- એનસીસી, ઓટોલાઈન ઈન્ડસ્ટ્રીઝ, સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ, જિયોજીત ફાઈનાન્સ સર્વિસ અને એપ્ટેક સહિત વિવિધ કંપનીઓમાં કોર્પોરેટ એક્શનને કારણે ઝૂનઝૂનવાલાની હોલ્ડિંગ ટકાવારીની દ્રષ્ટિએ બદલાઈ ગઈ છે.જોકે, શેરની સંખ્યા યથાવત રહી હતી.
- જુન ક્વાર્ટર દરમિયાન કેટલીક કંપનીઓમાં ઝૂનઝૂનવાલાની હિસ્સેદારી સ્થિર રહી હતી. આ યાદીમાં અનંત રાજ, એગ્રો ટેક, કેનેરા બેંક, ક્રિસિલ, એડલવાઈસ ફાઈનાન્શિયલ, ફોર્ટિસ હેલ્થકેર, ઈન્ડિયન હોટેલ્સ, જુબિલન્ટ ફાર્મોવા, મેન ઈન્ફ્રા, ઓરિએન્ટ સિમેન્ટ, પ્રોઝોન ઈન્ટુ, રેલીસ ઈન્ડિયા, ટાટા કોમ્યુનિકેશન્સ, ટાઇટન, વીએ ટેક વાબાગ, વોકહાર્ટ, બિલકેર, મેટ્રો બ્રાન્ડ્સ અને જુબિલન્ટ ઇંગ્રાવિયાનો સમાવેશ થાય છે.