ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

3 લાખ 1 હજાર કરોડના બજેટમાં યુવાઓ માટે સરકારે આ જાહેરાત કરી !

Text To Speech

નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા આજરોજ ગુજરાતની 15 મી વિધાનસભાનું પ્રથમ બજેટ 3 લાખ 1 હજાર કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં લગભગ તમામ વર્ગને આવરી લેવામાં આવ્યા હતા પણ સરકાર દ્વારા યુવાઓ માટે નોકરી કે નવી ભરતી માટે હાલ પૂરતી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.બજેટ - Humdekhengenews ગુજરાત સરકારનું બજેટ ગત વર્ષ કરતાં આ વર્ષે સીધો મોટો કૂદકો મારી 2.27 લાખ કરોડથી સીધું 3.1 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે સરકારના માથે દેવું પણ એટલું વધવાનું છે ને વર્લ્ડ બેંકમાં દેવું ભરી હજુ તો ત્યાંથી લોન પણ લેવાની છે. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ જેટલું મોટું છે તેના સામે સરકાર માથે દેવું પણ વધવાની શક્યતાઓ છે ત્યારે આ બજેટમાં યુવાઓ માટે કોઈ મોટી જાહેરાત થઈ નથી. એકતરફ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે ત્યારે સરકાર દ્વારા આ બાબતે હાલ પૂરતી ક્યાંક ઢીલ રાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પાછળથી સરકાર દ્વારા ભરતી આને નવી નોકરી માટે જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો : બજેટ 2023-24 : માર્ગ અને મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ

અલબત્ત અહિયાં હાલ સરકારે વિકાસના કામો માટે ભરપૂર નાણાંની જોગવાઈ કરી છે ત્યારે સરકાર કદાચ એ વિકાસથી રોજગાર આપે તો નવાઈ નહિ.

Back to top button