ટ્રેન્ડિંગબિઝનેસ

ઓર્ડર આપ્યાના દિવસે જ મળી જશે સામાનની ડિલિવરી, આ મોટી કંપની શરુ કરી રહી છે Same- Day Delivery

Text To Speech
  • કંપનીના નિવેદન અનુસાર Ikea હવે આ અભિગમ સાથે નવા બજારોમાં પ્રવેશ કરવા માટે સખત મહેનત કરી રહી છે

દિલ્હી, 20 ઓગસ્ટ: સામાન્ય રીતે જ્યારે તમે કોઈ વસ્તુનો ઓર્ડર કરો છો ત્યારે તે વસ્તુને ડિલિવર કરવામાં થોડા દિવસો લાગે છે. પરંતુ હવે આ સિસ્ટમ બદલાવાની છે. હા, હવે ગ્રાહકોને તે જ દિવસે માલની ડિલિવરી મળી જશે જે દિવસે માલનો ઓર્ડર આપ્યો હશે. સ્વીડનની જાણીતી ફર્નિચર કંપની Ikea ટૂંક સમયમાં હૈદરાબાદમાં Same- Day Deliveryની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. Ikea આવતા વર્ષ સુધીમાં તેના તમામ બજારોમાં આવી Same- Day Delivery સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં EV દ્વારા કરવામાં આવી રહી છે ડિલિવરી

Ikea ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર ટકાઉ મૂલ્ય શૃંખલા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ તેણે બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં EV-સંચાલિત વાહનો દ્વારા 100 % ડિલિવરી હાંસલ કરી છે. કંપની તેની મુંબઈની કામગીરીમાં પણ આ જ લક્ષ્ય હાંસલ કરવાની યોજના ધરાવે છે. Ikea આગામી થોડા મહિનામાં મુંબઈમાં પણ કાર્બન-મુક્ત લક્ષ્યો હાંસલ કરવાની આશા રાખે છે.

દિલ્હીમાં ટૂંક સમયમાં એક વિશાળ સ્ટોર ખોલવા જઈ રહી છે સ્વીડિશ કંપની

કંપનીના નિવેદન અનુસાર Ikea હવે આ અભિગમ સાથે નવા બજારોમાં પ્રવેશ કરવા માટે સખત મહેનત કરી રહી છે. કંપનીના નવા માર્કેટમાં દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના શહેરો જેવા કે નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદનો સમાવેશ થાય છે. Ikea ટૂંક સમયમાં દિલ્હીમાં પોતાનો વિશાળ સ્ટોર ખોલવા જઈ રહી છે.

હાલમાં કંપના સમગ્ર ભારતમાં કુલ પાંચ સ્ટોર

હાલમાં Ikea પાસે હૈદરાબાદ, નવી મુંબઈ અને બેંગલુરુમાં એક-એક સ્ટોર છે, જ્યારે કંપનીના મુંબઈમાં બે સ્ટોર છે. Ikea ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુઝાન પલ્વરે જણાવ્યું હતું કે, “Ikea માટે, ટકાઉ મૂલ્ય સાંકળ એ અમારી વૃદ્ધિ યાત્રાનો આવશ્યક ભાગ છે. ભારતમાં અમારા શરૂઆતના વર્ષોથી ઈલેક્ટ્રિક વાહનો દ્વારા ડિલિવરી કરવામાં આવી રહી છે તેનો અમને ગર્વ છે. અમને વિશ્વાસ છે કે નફો અને પલૈનેટની સલામતી એકસાથે જાળવી શકાય છે. અમે આ માનસિકતા સાથે આગળ વધવાનું ચાલુ રાખીશું.”

આ પણ વાંચો: હવે ખાનગી કંપનીઓને હંફાવશે BSNL, 4G-5G સેવાને લઇને કરી મોટી જાહેરાત

Back to top button