- હજ કમિટી મારફત હજયાત્રીઓ મક્કા-મદીના જવાના છે
- ગો-ફર્સ્ટ એરલાઈને સ્વૈચ્છિક નાદારી માટે પ્રક્રિયા કરતાં લોકો ફસાયા
- અમદાવાદથી જેદ્દાહ લાવવા-લઈ જવાની જવાબદારી ગો ફર્સ્ટની હતી
ગો-ફસ્ટની નાદારીની તજવીજને કારણે ગુજરાતના 8,764 હજયાત્રી ટેન્શનમાં વધારો થયો છે. જેમાં કેન્દ્રે હજયાત્રાની અવર જવર માટે ગો ફર્સ્ટની પસંદગી કરી હતી. મહારાષ્ટ્ર કરતાં ગુજરાતી યાત્રી પાસેથી 68 હજાર વધુ ખંખેરાતા વિવાદ થયો છે. તેમજ ગુજરાત હજ કમિટીના કેટલાક પ્રતિનિધિ દિલ્હી રવાના થયા છે.
આ પણ વાંચો: ધોરણ.12 પછીના ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર
હજ કમિટી મારફત 8,764 હજયાત્રીઓ મક્કા-મદીના જવાના છે
ગુજરાતમાંથી કેલેન્ડર વર્ષ 2023માં ગુજરાત હજ કમિટી મારફત 8,764 હજયાત્રીઓ મક્કા-મદીના જવાના છે, અલબત્ત, ગો-ફર્સ્ટ એરલાઈને સ્વૈચ્છિક નાદારી માટે પ્રક્રિયા કરતાં વેકેશન સમયે મુસાફરો રઝળી પડયા છે, ગો ફર્સ્ટે 12મી મે સુધીની તમામ ઉડાન કેન્સલ જાહેર કરી છે, આ અનિશ્ચિતતા વચ્ચે ગુજરાતના હજયાત્રીઓ ટેન્શનમાં મુકાયા છે, કારણ કે કેન્દ્ર સરકારે આ વખતે ગુજરાતના હજયાત્રીઓને અમદાવાદથી જેદ્દાહ અને જેદ્દાહથી અમદાવાદ લાવવા-લઈ જવાની જવાબદારી ગો ફર્સ્ટ એરલાઈનને સોંપી છે. ગુજરાતના હજયાત્રીઓમાં બીજો કકળાટ એ છે કે, મુંબઈથી જનારા યાત્રીઓ કરતાં ગુજરાતી યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલવામાં આવી રહી છે, સમગ્ર બાબતને લઈ ભારે વિવાદ ઊભો થયો છે, જેને લઈ ગુજરાત હજ કમિટીના કેટલાક પ્રતિનિધિ દિલ્હી રવાના થયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMC રસ્તા પર થૂંકનારાઓને ઈ-મેમો ફટકારશે
ગુજરાત જ નહિ દેશના અન્ય 10 જેટલા રાજ્યના પ્રવાસીઓ પણ રઝળી પડે તેવી ભીતિ
ગુજરાત જ નહિ દેશના અન્ય 10 જેટલા રાજ્યના પ્રવાસીઓ પણ રઝળી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે, છેલ્લી ઘડીએ રઝળપાટનો વારો ના આવે અને બીજી એરલાઈન્સ મારફત હજયાત્રીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, તેવી માગણી હજ યાત્રીઓ અને તેમના સગા કરી રહ્યા છે. ગો ફર્સ્ટ એર લાઈનને લઈ ગુજરાત રાજ્ય હજ કમિટીએ હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરી નથી. ગુજરાતના હજ યાત્રીઓનો આક્ષેપ છે કે, ગુજરાતી યાત્રીઓ પાસેથી હજયાત્રાના નામે વધુ નાણાં ખંખેરવામાં આવી રહ્યા છે, ગુજરાતના યાત્રી પાસેથી રૂ.3,72,824 વસૂલાઈ રહ્યા છે, જોકે તેની સામે મુંબઈથી જનારા યાત્રીઓ પાસેથી 3,04,843 વસૂલાઈ રહ્યા છે.