ટોપ ન્યૂઝબિઝનેસ

વૈશ્વિક ક્રૂડનો ભાવ 100 ડોલરની પણ નીચે શું ઘટશે પેટ્રોલ-ડીઝલની કિંમતો ?

Text To Speech

હાલ વૈશ્વિક બજારમાં છેલ્લા ત્રણ દિવસોમાં ક્રૂડના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. જેની અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ જોવા મળી રહી છે. શુક્રવારે દેશની તેલ કંપનીઓએ જાહેર કરેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે 4 ડોલર ઘટીને 93.39 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો છે. જ્યારે WTI (વર્લ્ડ ટ્રેડ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ)માં 1.5 ડોલર ઘટીને 87.63 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો છે.

છેલ્લા ત્રણ જ દિવસમાં બ્રેન્ટ ક્રૂડના બાવમાં 11 ડોલરનો ઘટાડો નોંધાયો છે. જે 30 ઓગસ્ટના બ્રેન્ટ ક્રૂડની કિંમત 104.43 ડોલર હતી, જે હવે ઘટીને 93.39 ડોલર પર આવી ગઈ છે. આ અસર હાલમાં ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી નથી. દેશમાં પેટ્રોલિયમ પેદાશ પર લાગતાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.

આ પણ વાંચો : હ્યુન્ડાઈની બે એરબેગવાળી મોટી કાર ક્રેશ ટેસ્ટમાં નિષ્ફળ, જુઓ વીડિયો

ગુજરાતમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત

ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલની અન્ય શહેરોમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 96.42 રૂ. પ્રતિલીટર, રાજકોટમાં 96.19 રૂ.પ્રતિલીટર, સુરતમાં 96.31 અને વડોદરામાં 96.54 પ્રતિલીટરના દરે મળી રહ્યું છે. જ્યારે ડીઝલનો ભાવ અમદાવાદમાં 92.17 રૂ. પ્રતિલીટર, રાજકોટમાં 91.95 રૂ.પ્રતિલીટર, સુરતમાં 92.07 અને વડોદરામાં 92.28 પ્રતિલીટરના દરે મળી રહ્યું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

Back to top button