યુવતી પર સળિયાથી હુમલો કરીને કરી હત્યા, જાણો શું છે સમગ્ર ધટના
- દિલ્લીના માલવીય નગરમાં યુવતી પર સળીયાથી હુમલો કરી નાખી હત્યા.
- યુવતી દિલ્હીની કમલા નેહરુ કોલેજમાં અભ્યાસ કરતી હતી.
- સગાઈ કરવાની ના પાડી હોવાથી કરી હત્યા.
દિલ્હીના માલવિયા નગરમાં એક યુવતી પર લોખંડના સળિયા વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી છે. આરોપી હુમલો કર્યા પછી સ્થળ પરથી ભાગી ગયો હતો. આ હુમલો અરબિંદો કોલેજ પાસેના પાર્કમાં થયો હતો. અહેવાલો અનુસાર, યુવતી દક્ષિણ દિલ્હીની કમલા નેહરુ કોલેજમાં અભ્યાસ કરતી હતી. યુવતી પર હુમલો કરનાર આરોપી કોણ હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસ પહોંચી ઘટના સ્થળે:
#WATCH | Chandan Chowdhary, Deputy Commissioner of Police, South Delhi, says "The incident took place inside the park. The deceased is a college student. She had come to the park with her friend. There are injuries on the deceased's head. A rod was also found near her body. We… pic.twitter.com/s0vZ4NQZHB
— ANI (@ANI) July 28, 2023
અહેવાલો મુજબ, પોલીસને ફોન આવ્યો હતો કે એક છોકરીની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. સાથે જ પોલીસે હુમલામાં વપરાયેલ લોખંડનો સળિયો પણ કબજે કર્યો છે. પોલીસનું કહેવું છે કે, અમે જઈને જોયુ ત્યારે યુવતી પાર્કમાં લોહીથી લથપથ પડી હતી. આ પછી પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીની કરાઈ ધરપકડ:
#WATCH | Malviya Nagar murder | The accused has been arrested by Delhi Police. pic.twitter.com/PCtE7xcl59
— ANI (@ANI) July 28, 2023
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ નરગીસ છે. તેની ઉંમર 22-23 વર્ષની આસપાસ છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી, જેના કારણે તેણે ગુસ્સે થઈને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ ઈરફાન છે. તેની ઉંમર 28 વર્ષની છે. તે સંગમ વિહારમાં રહે છે.
પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી હોવાથી કરી હત્યા:
અહેવાલો અનુસાર, નરગીસના પરિવારે આરોપી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી નરગીસે ઈરફાન સાથે વાત કરવાની ના પાડી. જેના કારણે ઈરફાન પરેશાન થઈ ગયો હતો. પીડિતા વિશે માહિતી મળી છે કે તેણે આ વર્ષે કમલા નેહરુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. તે માલવિયા નગર વિસ્તારમાંથી સ્ટેનો કોચિંગ કરતી હતી.
DCWના વડાએ કેન્દ્ર સરકારને મહિલાઓની સુરક્ષાને લઈને બેઠક યોજવા કરી અપીલ:
આ મામલે મહિલા આયોગ (DCW)ના વડા સ્વાતિ માલીવાલનું કહેવું છે કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અસ્તવ્યસ્ત છે. આજે બે ઘટનાઓ બની હતી. ડાબરીમાં એક મહિલાને ગોળી મારી દેવામાં આવી હતી અને બીજી ઘટના અરબિંદો કોલેજ પાસે બની હતી જ્યાં એક છોકરીને લોખંડના સળિયાથી મારવામાં આવી હતી. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાને લઈને એક બેઠક બોલાવે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે 2018-19થી અત્યાર સુધી પ્રચાર પર લગભગ ₹3100 કરોડથી વધારે ખર્ચ્યા