ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

છોકરીએ પોતાના બોયફ્રેન્ડને બોક્સમાં બંધ કરી દીધો! કેવી રીતે આવ્યો બહાર? જૂઓ વીડિયો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 18 ઓકટોબર: સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ અનોખી છે. અહીં ક્યારે અને શું જોવા મળશે તેની કોઈ આગાહી કરી શકતુ નથી. સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ વીડિયો વાયરલ થાય છે અને તેને જોયા પછી લોકો વિચારે છે કે મેં આ પહેલા ક્યારેય આવું કંઈ જોયું નથી. સોશિયલ મીડિયા વાયરલ વીડિયો દ્વારા દરેક યુઝરને આશ્ચર્યચકિત કરવા મજબૂર કરે છે. હાલમાં પણ સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી તેના બોયફ્રેન્ડને બોક્સની પેટીમાં બંધ કરી દે છે.

જુઓ આ વાયરલ વીડિયો

છોકરીએ બોયફ્રેન્ડને બોક્સમાં બંધ કરી દીધો!

હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, એક છોકરી તેના ઘરના એક નાનકડા બોક્સ પાસે ઉભી છે અને તેને ખોલવાનો પ્રયાસ કરી રહી છે. ઘરની દરેક વસ્તુ નષ્ટ થઈ ગઈ છે. આ દરમિયાન જ્યારે યુવતીને ખબર પડી કે વીડિયો બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે તેણે વીડિયોનો વિરોધ કરતા તેના પરિવારના સભ્યો સાથે મારપીટ શરૂ કરી દીધી. સમગ્ર લડાઈ સ્થાનિક ભાષામાં થઈ રહી છે, તેથી કોણ શું કહી રહ્યું છે તે સમજવું મુશ્કેલ છે. પરંતુ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે, સમગ્ર મામલો વીડિયો બનાવવા અને બોક્સ ખોલવાનો છે. આખરે છોકરી બોક્સ ખોલે છે અને તે ખોલતા જ તેનો બોયફ્રેન્ડ બહાર આવે છે.

આ ક્યારે અને ક્યાંનો વીડિયો છે તેની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ વીડિયો X પર @gharkekalesh નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને બોક્સમાં લૉક કરી દીધો.” અત્યાર સુધી આ વીડિયોને 4 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, “તમે કઈ પણ કહો, પરંતુ તેણી વફાદાર છે, ઓછામાં ઓછું તે તેના માટે લડી રહી છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “શું તેણી તેને બચાવી રહી છે કે પછી તે તેનાથી છૂટકારો મેળવી રહી છે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “ શું-શું કરવું પડે છે પ્રેમમાં પડ્યા પછી?” ચોથા યુઝરે લખ્યું કે, “આ ફિટ કેવી રીતે થઈ શકે?” અન્ય એક યુઝરે લખ્યું કે, “બુલાતી હૈ મગર જાને કા નહીં, મેં ઘણી વખત સમજાવ્યું છે છતાં પણ ગયો.

આ પણ જુઓ: VIDEO/ SP MLAની દાદાગીરી! SDMને ધક્કો મારીને કારમાં બેસાડ્યા

Back to top button