પીઠી ચોળી મતદાન કરવા પહોંચી કન્યા, મતદારોને પ્રથમ મતદાન કરવા કરી અપીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. ત્યારે મતદારોમાં મતદાનને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના દિવસે અનેક લોકો કામધંધો છોડીને પહેલા મતદાન કરવા જાય છે.તો આજે અનેક પરિવારોમાં લગ્નો પણ લેવાયા છે. ત્યારે લગ્ન પ્રસંગ વાળા લોકો પણ મતનું મહત્વ સમજીને વોટ આપવા જઈ રહ્યાં છે. ત્યારે આજે વડોદરાના સાંખેડામાં એક કન્યા પીઠી ચોળીને મતદાન કર્યું હતું. સાંખેડાની આ કન્યાએ મતદાન કરી પહેલાં નાગરિક તરીકેની નૈતિક ફરજ નિભાવી હતી.
પીઠી ચોળી મતદાન કરવા પહોંચી
વડોદરાના સાંખેડામાં આજે એક કન્યા પીઠી ચોળીને મતદાન કરવા પહોંચતા ચર્ચાનો વિષય બની હતી. આ કન્યાએ પોતાના લગ્ન પ્રસંગની સાથે લોકશાહીના પર્વને પણ મહત્વ આપ્યું છે. લેડીયા ગામની મેઘાબેન દરજીએ પીઠી ચોળીલી હાલતમાં કલેડીયા પ્રાથમિક શાળા ખાતે પોતાનો મત આપીને અન્ય લોકોને પણ મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ, ‘ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે’
મતદાન માટે કરી અપીલ
મેઘાબેને દરેક મતદાને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરતા જણાવ્યું કે, મારા લગ્ન હોવા છતાં હું પીઠી ચોળીને પરિવાર સાથે મતદાન કરવા આવી છું. આમ સૌ મતદારોએ પ્રથમ મતદાન કરવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકશાહીના આ પ્રસંગમાં અનેક લોકો પોતાના ઘરના પ્રસંગોની સાથે મતદાનને પણ મહત્વ આપતા જોવા મળી રહ્યા છે. જેની ચૂંટણી પંચ દ્વારા પણ સરાહના કરવામાં આવતી હોય છે.