ટ્રાફિક સિગ્નલ પર છોકરીએ કર્યું કઇંક એવું જે જોઈને રહી જશો દંગ, જૂઓ આ વાયરલ વીડિયો
- કેટલાક લોકો મનોરંજન માટે તો અન્ય લોકો માહિતી માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, દરરોજ દુનિયાભરના વીડિયો જોવે છે
HD ન્યૂઝ ડેસ્ક, 15 ઑગસ્ટ: આજના સમયમાં કેટલાક લોકો છોડીને બાકી બધા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય રહેલા જોવા મળશે. કેટલાક મનોરંજન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને અન્ય લોકો માહિતી માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. હવે જે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છે તેઓ જાણે છે કે, આ સાઇટ્સ પર દુનિયાભરના વીડિયો જોઈ શકાય છે. તેમની વચ્ચે કેટલાક વીડિયો એવા પણ આવે છે જે વાયરલ થઈ રહ્યા છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો જોયા બાદ લોકોએ અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી છે. એક છોકરી જેની ઊંચાઈમાં થોડી નાની હતી તેણીએ ટ્રાફિક સિગ્નલ પર બાઇક રોકતી વખતે કંઈક એવું કર્યું જેના કારણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
Height कम रह गई तो क्या हुआ, शौक बड़ी चीज हैं
😮😮😮😮😮😮 pic.twitter.com/L6htqjBnPM— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) August 14, 2024
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો કોઈ અન્ય દેશનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સિગ્નલ લાઈટ લાલ છે અને તેના કારણે કેટલાક લોકોએ પોતાના વાહનો રોકી દીધા છે. એક છોકરી બાઇક લઈને રસ્તા પર જઈ રહી છે અને સિગ્નલની નજીક પહોંચતાની સાથે જ તેણી પણ તેની બાઇકની સ્પીડ ધીમી કરે છે અને તેને રોકી દે છે. પરંતુ યુવતીની હાઇટ ઓછી હોવાના કારણે બાઇક પર બેસતી વખતે તેના પગ નીચે જમીન સુધી પહોંચી શકતા નથી. તેથી, તે સિગ્નલને કારણે ધીમી ગતિએ ચાલતી બાઇક પરથી નીચે ઉતરે છે અને જ્યારે લાઇન લીલી થઈ જાય છે, ત્યારે તે ચાલતી બાઇક પર બેસી જાય છે.
આ વીડિયોને @HasnaZaruriHai નામના એકાઉન્ટ પરથી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે, “ઊંચાઈ ઓછી રહે તો શું, શોખ મોટી વસ્તુ છે.” અત્યાર સુધી આ વીડિયોને 43 હજાર લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું છે કે, “તે એક હિંમતવાન છોકરી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “તો પણ તેણે સારી રીતે મેનેજ કર્યું.” અન્ય એક યુઝરે લખ્યું કે, “શું જુગાડ છે.“
આ પણ જૂઓ: હવામાન વિભાગે કરી ગુજરાત સહિત 27 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી