સામાન્ય જનતા સતત મોંઘવારીથી પીસાતી જઇ રહી છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતો જઇ રહયો છે. ત્યારે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને દિવાળી પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં વધારો કરી દેવામાં આવતા સામાન્ય જનતાને મોઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. રાજ્યમાં તેલના ભાવમાં વધારો કરાતા સિંગતેલમાં રુ 50 નો વધારો તો કપાસિયા તેલમાં રુ. 100 વધારો જીકી દેવામાં આવ્યો છે.જે બાદ હવે સિંગતેલનો ભાવ રુ. 2,950 થયો છે તો કપાસિયા તેલનો ભાવ રુ. 2400 એ પહોંચ્યા છે.
માંગ વધતા ભાવમાં વધારો
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોને આર્થિક સંકટમાં મુકી દીધા છે. મોંઘવારીના માર વચ્ચે ખાદ્યતેલની માંગમાં વધારો થતા ભાવમાં પણ વધારો થયો છે. તેમાંય દિવાળીની સિઝન આવતા હવે તેંલના માંગ ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે તેના કારણે તેંલના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ સિઝનમાં તેંલની ડિમાંડ વધતા હજુ પણ આથી વધારે ભાવવધારો થવાની શક્યતા છે. ત્યારે આત્યારે તો તેંલના ભાવમાં વધારો થતા સિંગતેંલે 3000 હજારની સપાટી પહોંચ્યુ છે તો કપાસિયા તેંલના ભાવ 2400ની સપાટી પર છે.
આ પહેલા CNG અને PNGના ભાવમાં પણ વધારો
શનિવારે દિલ્લીમાં CNG અને PNGના ભાવમાં વધારો થતા ગુજરાતમાં પણ તેના તેના ભાવ વધારી દેવામાં આવ્યા હતા. ત્યારે દિવાળી ટાંણે વધતા ભાવ વધારાને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. CNG અને PNGના ભાવ વધારાયા તે બાદ આજે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ ભાવ વધારાના પગલે દિવાળી કેવી રીતે કરવી તે પ્રશ્ન થઈ રહ્યો છે
આ પણ વાંચો: મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો