ગેંગસ્ટરે જેલમાંથી છૂટવાની ખુશીમાં એવી રેલી યોજી કે ફરી પાછું જવું પડ્યું જેલ! વીડિયો વાયરલ
- નાશિકના ગેંગસ્ટરની જેલમુક્તિ પર તેના સમર્થકોએ વિશાળ કાર અને 15 બાઇક સાથે રેલી યોજી હતી
મુંબઈ, 26 જુલાઇ: મહારાષ્ટ્રના ગેંગસ્ટર હર્ષદ પાટનકરે જેલમાંથી છૂટવાની ખુશીમાં એટલી મોટી રેલી કાઢી કે જેના કારણે તેને પાછું જેલમાં જવું પડ્યું. પાટનકરની જેલમુક્તિ બાદ જશ્ન મનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. નાશિકનો ગેંગસ્ટર હર્ષદ પાટનકર MPDA સહિત અનેક ગુનાઑ હેઠળ જેલમાં બંધ હતો. હર્ષદને 23 જુલાઈના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના સમર્થકોએ એક વિશાળ કાર રેલી યોજી હતી. આ કાર રેલીમાં મોટી સંખ્યામાં હર્ષદ પાટનકરના સમર્થકોએ ભાગ લીધો હતો. આટલું જ નહીં બાઇકર્સના કાફલાએ પણ તેમાં ભાગ લીધો હતો. પાટનકરની મુક્તિની ઉજવણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં પોલીસ ફરી તેને જેલમાં પુરવાની કાર્યવાહી કરી હતી.
વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી થયો વાયરલ
જ્યારે આ સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો તો તે ઝડપથી વાયરલ થવા લાગ્યો. આ રેલી નાસિકના બેઠેલ નગરથી આંબેડકર ચોક સુધી નીકળી હતી. વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ, ગેંગસ્ટર હર્ષદ પાટનકર કારનું સનરૂફ ખોલીને લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યો છે અને હાથ મિલાવી રહ્યો છે. તેમના સમર્થકોએ સોશિયલ મીડિયા પર રીલ્સ પણ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “કમબેક.” આ વીડિયોએ હર્ષદ પર ભારે પડ્યો અને પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ અને તેની ફરી ધરપકડ કરી લીધી.
પાટનકરની સાથે પોલીસે તેના છ સાગરિતોની પણ ધરપકડ કરી છે. આ લોકો પર પરવાનગી વિના રેલી યોજવાનો અને ઉપદ્રવ ફેલાવવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, હર્ષદ પાટનકર વિરુદ્ધ હત્યા, ચોરી અને હિંસાના અનેક કેસ નોંધાયેલા છે. વીડિયો મુજબ, હર્ષદ પાટનકરની રેલીમાં ઘણા ગુંડાઓ, ગુનેગારો અને ફરાર માણસોએ પણ ભાગ લીધો હતો. આ રેલીમાં ફોર વ્હીલર મહિન્દ્રા XUV300 અને 10થી 15 બાઇકો પર જોવા મળી હતી. હર્ષદ પાટનકરની રેલી શરણપુર રોડ પર આવેલા બેઠેલ નગરથી આંબેડકર ચોક, સાધુ વાસવાણી રોડ, શરણપુર રોડ વિસ્તારમાં કાઢવામાં આવી હતી. પોલીસે ગુનેગારોને અટકાવ્યા છે કે કેમ તેવો પ્રશ્ન આ ઘટના સર્જે છે.
આ પણ જૂઓ: પાકિસ્તાન કરતાં મોટું છે મહારાષ્ટ્રનું અર્થતંત્રઃ ગુજરાત સહિત ટોચના પાંચ રાજ્યોનું શું છે ચિત્ર?